- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- Jignesh Mevani Akrapani, Giving An Ultimatum To The Police And The Government, Said If The Accused Are Not Arrested In 24 Hours, We Will Descend On Kalale Road On The 25th.
મહેસાણા3 મિનિટ પહેલા
- કૉપી લિંક
વિસનગર તાલુકાના વાલમ ગામે રહેતી અને મહેસાણા મોલમાં નોકરી કરતી યુવતી નોકરીથી પોતાના ઘરે જતી હતી, એ દરમિયાન બાસણા ગામ પાસે બે દિવસ અગાઉ એરંડાના ખેતરમાં યુવતીની ક્રૂર હત્યા કરી દેવામાં આવતા સમગ્ર દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આરોપીને ઝડપવા માટે વિસનગર અને મહેસાણામાં દલિત સમાજ દ્વારા રેલીઓ યોજી ન્યાયની માગ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે આજે જીગ્નેશ મેવાણીએ 24 કલાકમાં આરોપીને ઝડપી પાડવા પોલીસ અને સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. જો 24 કલાકમાં આરોપીઓ નહીં ઝડપાયા તો 25માં કલાકે ઉગ્ર આંદોલન અને રોડ પર ઉતરીવાની ચીમકી ઉચ્ચારી છે.
યુવતી ગુમ થયાની રજૂઆત બાદ પણ પોલીસે શોધખોળ ન કરી: મેવાણી
જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે, મહેસાણા જિલ્લાના વાલમ ગામની જે ઘટના બની એના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 21વર્ષીય યુવતી ગુમ થયા બાદ પરિવારે સ્થાનિક અને ઉચ્ચ પોલીસને લેખિત રજૂઆત કર્યા છતાંપોલીસે 25થી 27 તારીખ સુધી યુવતીને શોધવાની કોશિશ કરી નથી.
સરકારનું મૌન, પોલીસે આરોપી ઝડપવામાં નિષ્ફળ: મેવાણી
મેવાણીએ વધુમાં જણાવ્યું કે, આ દુઃખદ ઘટના બન્યા બાદ પણ રાજ્યની સરકારના પેટનું પાણી હલતું નથી. જેમ કે કોઈ ઘટના જ ના બની હોય એમ સરકારનું મૌન છે. ઘટનાના બન્યાનાના 72 કલાકથી સમગ્ર ગુજરાતનો દલીત સમાજ અને મહેસાણા જીલ્લો રાહ જોઈ બેઠો છે. ક્યારે પોલીસ આરોપીઓની ધરપકડ કરે છે, પરંતું પોલીસે હજુ પણ એકપણ આરોપીને ઝડપયો નથી.
મહેસાણા પોલીસ આરોપીને ઝડપી ન શકતી હોય તો અમદાવાદ CID ને તપાસ સોપો: મેવાણી
જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, મહેસાણા જિલ્લા પોલીસ આરોપીને ઝડપવા સક્ષમના હોય તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને તપાસ સોંપવામાં આવે અથવા સીઆઇડીને તપાસ સોંપવામાં આવે.પ્રમાણિક અધિકારીઓની SITની રચના કરી જેમાં બે ચાર અધિકારીના નામ અમે આપીએ એ પ્રમાણે તપાસ કરાવડાવો અને 24 કલાકમાં તાબડતોડ તમામ આરોપીની ધરપકડ કરો નહીં તો હવે લોકોની ધીરણ ખૂટી રહી છે. રોડ પર ઉતારવાની અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. 24 કલાકનું અલ્ટીમેટમ મહેસાણા પોલીસ અને ગુજરાત સરકારને આપવામાં આવે છે.
રાજ્યના CM પીડિત પરિવારની મુલાકત લે: મેવાણી
મેવાણીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી પણ પરિવારની મુલાકાતે આવ્યા નથી, મુખ્યમંત્રી રાજ્યના કાર્યક્રમો માણી રહ્યા છે. પીડિત પરિવારને એક પણ ફોન કરી અશ્વાસ આપ્યું નથી. વિસનગરની ઘટના બની છે છતાં વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રીએ પણ એમના મુખમાંથી ઘટનાને લઇ એક શબ્દ ઉચાર્યો નથી.
24 કલાકમાં આરોપીઓ નહીં ઝડપાય તો ઉગ્ર આંદોલન કરીંશુ: મેવાણી
વધુમાં જણાવ્યું કે, રાજ્યની સરકારનું દલિત સમાજની દીકરી માટેનું ઓરમાયું વર્તન સાફ જોવા મળી રહ્યું છે.ગુજરાતના 50 લાખ દિલતોની ધીરજ ખૂટી રહી છે. આવનારા દિવસોમાં રોડ પર ઉતરવું પડે, ઉગ્ર આંદોલન કરવું પડે તો તમામ જવાબદારી સરકારની રહેશે.