- Gujarati News
- Local
- Gujarat
- Valsad
- In The Last 24 Hours In Valsad District, 7 New Cases Of Corona, 14 Patients Were Discharged, The Number Of Active Cases Reached 67.
વલસાડ18 મિનિટ પહેલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન આરોગ્ય કેન્દ્રો અને RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ 839 લોકોએ RTPCR ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં આજ રોજ વલસાડ જિલ્લામાં 7 કોરોના સંક્રમિત જાહેર થયા હતા. વલસાડ જિલ્લામાં 7 દિવસ પહેલા સંક્રમિત જાહેર થયેલા 14 દર્દીઓ કોરોનાને માત આપી જિંદગીની જંગ જીત્યા છે. જેની સાથે એક્ટિવ કેસનો આંક 67 ઉપર પહોંચ્યો છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન જિલ્લાના આરોગ્ય કેન્દ્ર ઉપર કુલ 839 લોકોએ RTPCR ટેસ્ટ કરાવ્યા હતા. જે પૈકી જિલ્લામાં 7 જેટલા દર્દીઓ સંક્રમિત જાહેર થયા હતા. જે પૈકી વલસાડ તાલુકાના 5 અને પારડી તાલુકાના 2 કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર કર્યા હતા. જેમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ ઉપર કામ કરતા કામદારો પૈકી 2 કામદારોને કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા RTPCR ટેસ્ટ કરાવ્યા હતા. તેઓ કોરોના સંક્રમિત જાહેર થતા આરોગ્ય વિભાગે કોરેન્ટાઇન કર્યા હતા. અન્ય એક સંક્રમિત દર્દી સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું સામે આવ્યું હતું. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે લોકોને તકેદારી રાખવા સૂચના આપી હતી.