No results found

    વડોદરામાં વધુ નવા 24 કેસ નોંધાયા, 8 દર્દી ઓક્સિજન અને 1 દર્દી વેન્ટિલેટર પર; એક્ટિવ કેસનો આંક વધીને 146 થયો | 24 more cases reported in Vadodara, 8 patients on oxygen and 1 patient on ventilator, tally of active cases rises to 146 | Times Of Ahmedabad

    વડોદરાઅમુક પળો પહેલા

    • કૉપી લિંક
    પ્રતિકાત્મક  તસવીર. - Divya Bhaskar

    પ્રતિકાત્મક તસવીર.

    વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 24 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 101,164 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 14 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,474 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 146 થયો છે.

    આ વિસ્તારમાં નવા કેસ નોંધાયા
    વડોદરા શહેરના અટલાદરા, ગોરવા, જેતલપુર, અકોટા, દિવાળીપુરા, છાણી, સિયાબાગ, નવી ધરતી, હરણી, તરસાલી, માણેજા, મકરપુરા અને રામદેવનગર વિસ્તારમાં આજે કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. કુલ 649 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 24 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 146 કેસ પૈકી 137 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 9 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. હાલ 1 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 8 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે 84 લોકો હોમ ક્વોરન્ટીન છે.

    શરદી-ખાંસીના કેસોમાં વધારો
    અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી વડોદરા સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેને લઇને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં વધારો થયો છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ પણ ધીમે ધીમે વધતા જાય છે જેથી તંત્ર પણ કામે લાગ્યું છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં શરદી, ખાંસીના કેસો જોવા મળી રહ્યા છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال