ભરૂચએક કલાક પહેલા
- કૉપી લિંક

ભરૂચ પાલિકા પ્રમુખના પોતાના જ વોર્ડમાં કસક વિસ્તારમાં રોકડીયા હનુમાન મંદિર જવાના રસ્તે ઊભરાતી ગટરોથી પૂજારી અને ભક્તોની લાગણી દુભાઈ છે. હનુમાન જ્યંતીને આડે હવે બે ત્રણ દિવસ જ બાકી છે ત્યારે હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર રોકડીયા હનુમાન મંદિરે ઉભરાતી ગટરોથી મુક્તિ અપાવવા ભક્તો માંગ કરી રહ્યાં છે.

મંદિરે જવાના માર્ગ પરથી જ મળમૂત્ર વહેતા હોય સ્થાનિકો અને ભક્તોમાં રોષ ફેલાયો છે. કેટલાય લોકો પડી જવાથી આ ગંદકીનો ભોગ બની રહ્યા છે. પાલિકા પ્રમુખ અમિત ચાવડાના જ વોર્ડમાં તેઓએ કેટલીય વખત મુલાકાત લીધી હોવા છતાં મંદિર જવાના રસ્તે ઉભરાતી ગટરોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. હનુમાન જ્યંતીને ધ્યાને રાખી પાલિકા પ્રમુખ અને તંત્ર કાર્યવાહી કરે તેવી માંગણી પૂજારીએ પણ કરી છે.
રોકડિયા હનુમાન મંદિરના મહંતે દિવ્ય ભાસ્કર ને જણાવ્યું હતું કે, હનુમાન જયંતિ પર્વ આવી રહ્યું છે અને આ બાબતે તંત્ર ને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. આ ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ પણ આજ વોર્ડ ના રહીશ છે તેમ છતાં તેઓનું ઉદાસીન વલણ જોવા મળ્યું છે. આ બાબતે ત્વરિત ઘટતું થાય તેવી લાગણી તેઓ એ વ્યક્ત કરી હતી.