અમદાવાદ એરપોર્ટનું વેકેશન પૂર્વેનું આયોજન તૈયાર, દરરોજ 240થી વધુ ફ્લાઈટ્સ ઊડશે | Ahmedabad Airport pre-vacation planning ready, more than 240 flights will take off every day | Times Of Ahmedabad

અમદાવાદ6 કલાક પહેલા

  • કૉપી લિંક

શાળાઓમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ ઉનાળુ વેકેશનની શરૂઆત થશે. વેકેશનમાં લોકો બહારગામ ફરવા જવાનું પસંદ કરતાં હોય છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરોને સરળતાથી નેશનલ ફલાઇટ મળી રહે તેવું આયોજન એરપોર્ટ તંત્ર દ્વારા કરાયું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા લોકોને પસંદના પર્યટન સ્થળોની મુસાફરી માટે એરલાઈન્સની મદદથી પ્રયાસ કરી રહ્યું છે. દેહરાદૂન, મસૂરી, ઋષિકેશ અને ઉત્તરાખંડનાં પર્વતીય સ્થળોએ જવા ઇચ્છતા લોકો અમદાવાદથી દેહરાદૂન દૈનિક સીધી ફ્લાઇટથી મુસાફરી કરી શકે છે.

જૂનથી શ્રીનગરની સીધી ફ્લાઈટ શરૂ થવાની સંભાવના
આ વેકેશનમાં જમ્મુની ડાયરેક્ટ ફ્લાઇટથી યાત્રાધામ વૈષ્ણોદેવી જવાનું સરળ બનશે. હિમાચલ પ્રદેશનો પ્રવાસ માણવા માટે અમૃતસર અને ચંદીગઢની ફ્લાઇટ્સ પણ અમદાવાદ એરપોર્ટ પરથી ઉપલબ્ધ છે તો ડેલહાઉસી, ધર્મશાળા, સોલંગ, મનાલી અને શિમલા જેવા પ્રવાસન સ્થળો લોકપ્રિય છે. જૂનથી શ્રીનગરની સીધી ફ્લાઈટ શરૂ થવાની સંભાવના છે. હાલ ફલાઇટ ચંદીગઢ થઈને શ્રીનગર સાથે જોડાયેલ છે. વન્યજીવ માણવા માગતા પ્રવસીઓ માટે જયપુરની ફલાઇટ પણ છે જયાંથી સીધા જ પંતનગર જઈ જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં જઇ શકાય છે. પૂર્વીય ભારતના દાર્જિલિંગ, ગંગટોક કે કાલિમપોંગ માટે બાગડોગરા સીધી ફ્લાઇટથી જઈ શકાય છે. દિલ્હી વાયા ડિબ્રુગઢની ચાર સાપ્તાહિક ફ્લાઈટ્સ અને દિલ્હી વાયા ગુવાહાટીની દૈનિક ફ્લાઈટ સેવન સિસ્ટર રાજ્યોના પ્રવેશદ્વાર આસામ સાથે કનેક્ટેડ છે.

દરરોજનાં 31,000થી વધુ મુસાફરોની અવરજવર થશે
દક્ષિણ ભારતના વન્યજીવન અને હિલ સ્ટેશનોને પણ અમદાવાદથી ફલાઇટ જોડે છે. કોઇમ્બતુરથી ઉટી માટે 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ દ્વારા વાયા ચેન્નાઇ અને હૈદરાબાદ થઈને જઇ શકાય છે. અમદાવાદથી નાગપુર જવા માટેની ફલાઇટ દ્વારા ભારતના મુખ્ય ટાઈગર રિઝર્વમાંનું એક પેંચ નેશનલ પાર્ક અને મહારાષ્ટ્રના સૌથી જૂનાં અને સૌથી મોટાં રાષ્ટ્રીય ઉદ્યાન તાડોબા ટાઈગર રિઝર્વની મુલાકાત લઈ શકાય છે. હાલમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દરરોજ 240 થી વધુ ફ્લાઈટ્સ અને સરેરાશ દૈનિક ધોરણે 31000 થી વધુ મુસાફરોની અવરજવર છે. ઉનાળું ટાઈમ ટેબલમાં એરપોર્ટથી અમદાવાદને 9 સ્થાનિક અને 17 આંતરરાષ્ટ્રીય એરલાઇન કેરિયર્સ સાથે 39 સ્થાનિક અને 19 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post