સુરતના બિલ્ડરે 2.40 લાખ USDT ટ્રાન્સફર કરાવી રૂ. 1.96 કરોડના RTGSના બોગસ સ્ક્રીનશોર્ટ મોકલ્યા, એક ભેજાબાજ પશ્વિમ બંગાળથી ઝડપાયો | Surat builder transfers 2.40 lakh USDT to Rs. 1.96 Crore Sent Bogus Screenshots of RTGS, A Scammer Caught From West Bengal | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Builder Transfers 2.40 Lakh USDT To Rs. 1.96 Crore Sent Bogus Screenshots Of RTGS, A Scammer Caught From West Bengal

સુરત10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુબ્રતા દેય સરકારને પશ્વિમ બંગાળના સીલીગુરી ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો. - Divya Bhaskar

સુબ્રતા દેય સરકારને પશ્વિમ બંગાળના સીલીગુરી ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો.

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા બિલ્ડરને બાયનાન્સ પ્લેટફોર્મ થકી પરિચયમાં આવેલા ભેજાબાજે 2,40,222 યુએસડીટી ટ્રાન્સફર કરાવી તેના બદલામાં કુલ રૂ. 1.96 કરોડનું પેમેન્ટ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યાના બોગસ સ્ક્રીનશોર્ટ મોકલાવી છેતરપિંડી કરી હતી. જેમાં એક ભેજાબાજને પશ્વિમ બંગાળથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે બાંગ્લાદેશના બે સહિત ત્રણને હજુ પકડવાના બાકી છે.

પહેલા યુએસડીટી ટ્રાન્સફર કરી વિશ્વાસ કેળવ્યો હતો
રાંદેર રોડ રામનગરના સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષમાં ટેક એન્ડ ક્રુ પ્રાઇવેટ લિ. નામે કન્સ્ટ્રક્શનનું કામ કરતા અબ્દુલ્લા ઝેડ હસન ફત્તા (ઉ.વ. 29 રહે. ખદીજા ટાવર, રબ્બાની કોમ્પ્લેક્ષની બાજુમાં, ન્યુ રાંદેર રોડ, અડાજણ પાટિયા) બાયનાન્સ પીટુપીમાં યુએસડીટી લે-વેચનું પણ કામ કરે છે. ગત માર્ચ મહિનામાં બાયનાન્સ પ્લેટફોર્મ પર યુએસડીટી લે-વેચનું કામ કરતા હસન નામની વ્યક્તિ સાથે સંર્પક થયો હતો અને મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. દરમિયાનમાં હસને યુએસડીટી ટ્રાન્સફર કરવાનું કહેતા અબ્દુલ્લાએ હસનના વોલેટમાં 1,00,558 યુએસડીટી ટ્રાન્સફર કર્યા હતા અને તેના બદલામાં હસને રૂ. 90 લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કર્યાની સ્ક્રીનશોર્ટ મોકલાવ્યો હતો. ત્યાર બાદ 82,226 અને 57,398 યુએસડીટી ટ્રાન્સફર કરવાનું કહેતા અબ્દુલ્લાએ તે પણ ટ્રાન્સફર કર્યા હતા.

એક પણ રૂપિયો ટ્રાન્સફર કર્યો ન હતો
યુએસડીટી ટ્રાન્સફર થયા બાદ હસને રૂ. 75 લાખ અને રૂ. 31,98,204 આરટીજીએસથી અબ્દુલ્લાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાની સ્ક્રીનશોર્ટ મોકલાવ્યા હતા. પરંતુ અબ્દુલ્લાએ પોતાનું બેંક એકાઉન્ટ ચેક કરતા તેમાં હસને એક પણ રૂપિયો ટ્રાન્સફર કર્યો ન હોવાથી ચોંકી ગયો હતો અને હસનનો સંર્પક કર્યો હતો. પરંતુ અબ્દુલ્લાનો નંબર બ્લોક કરી દીઘો હતો જેથી હસનના અન્ય બે નંબર મેળવી તેના ઉપર સંર્પક કરતા તેણે ફોન રિસીવ કર્યા ન હતા. આ રીતે માત્ર છ દિવસમાં હસન નામના ભેજાબાજે આરટીજીએસથી રૂપિયા ટ્રાન્સફર કર્યાના બોગસ સ્ક્રીનશોર્ટ મોકલાવી કુલ રૂ. 1.96 કરોડ પડાવી લીધા હતા.

1 કરોડથી વધુની રકમ પણ વિવિધ બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરાવી
યુવરાજ સિંહ ગોહિલ જણાવ્યું હતું કે, સુબ્રતા દેય સરકારને પશ્વિમ બંગાળના સીલીગુરી ખાતેથી ઝડપી પાડી પોલીસને આ કેસમાં મોટી સફળતા મળી છે. આ સાથે જ આરોપી પાસેથી 3 મોબાઈલ અને 34 સિમકાર્ડ પણ કબજે કરવામાં આવ્યા છે. જ્યારે 1 કરોડથી વધુની રકમ પણ વિવિધ બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરાવી છે. આ કેસમાં બાંગ્લાદેશના એમડી ઓબયડુલ હાક્યૂ, શકીલ ખાન અને નુર અલોમ મીયાના નામ પણ સામે આવ્યા છે. જેની શોધખોળ ચાલી રહી છે. ઝપાયેલા આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ ચાલી રહી છે.

أحدث أقدم