મનપાનાં વેરા વિભાગનો સપાટો, 25 મિલ્કતોને સીલ કરી 110ને ટાંચ જપ્તી નોટીસ; 1.73 કરોડની વસુલાત | The surface of the tax department of the municipality, sealed 25 properties and served 110 tax seizure notices, Rs. 1.73 crore recovered | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Surface Of The Tax Department Of The Municipality, Sealed 25 Properties And Served 110 Tax Seizure Notices, Rs. 1.73 Crore Recovered

રાજકોટ4 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો વસૂલવા માટે રીકવરી ઝુંબેશ ચાલી રહી છે. જેમાં આજે વેરા વિભાગની જુદી-જુદી ટીમો રૈયારોડ, મોરબી રોડ અને કુવાડવા રોડ સહિતના શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટકી હતી. અને વધુ 25 જેટલી મિલ્કતોને સીલ કરી 110 મિલકતને ટાંચ જપ્તી નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે લાંબા સમયથી વેરો નહીં ભરતા આસમીઓ પાસેથી રૂ. 1.73 કરોડની વસુલાત પણ કરવામાં આવી હતી. One Time Instalment Scheme ના રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 15 મેં સુધી લંબાવવામાં આવેલ હોય વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત પેડક રોડ પર વોંકળા સફાઈ કરવામાં આવી
રાજકોટ મ્યુ. કમિશ્નર આનંદ પટેલનાં આદેશથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રી-મોનસુન કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે સતત ત્રીજા દિવસે સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિન પાંભર તેમજ પશ્ચિમ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર ડી.યુ.તુવરનાં માર્ગદર્શન હેઠળ મધ્ય ઝોનના વોર્ડ નંબર-5માં આવેલ પેડક રોડ પર આવેલ અટલબિહારી ઓડીટોરીયમ પાછળ, રત્નદિપ સોસાયટી પાસે, અલ્કા સોસાયટી પાસે આવેલ વોંકળાની સફાઇ કરવામાં આવી હતી. જેમાં 2 જે.સી.બી-ડમ્પર દ્વારા 2 ડમ્પર ફેરા અને 1 ટ્રેકટર ફેરા એમ અંદાજીત 21 ટન ગાર કચરો ઉપાડવામાં આવ્યો હતો. ચોમાસા પહેલા શહેરના તમામ વોંકળા અને નાલાની આ પ્રકારે સફાઈ થનાર હોવાનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની યાદીમાં જણાવાયું છે.

PM મોદીનાં ‘મન કી બાત’નું હેમુગઢવી હોલ ખાતે જીવંત પ્રસારણ કરાશે
આવતીકાલે તા. 30 મી એપ્રિલના રોજ પ્રધાનમંત્રી મોદી દ્વારા વિવિધ વિષયો પર પ્રજાને સંબોધન કરતો ‘મન કી બાત’ રેડિયો પ્રોગ્રામનો 100 મોં એપિસોડ પ્રસારિત થશે. જે અંતર્ગત રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સવારે 11 વાગ્યે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. જેમાં સ્થાનિક ભાજપનાં તમામ દિગ્ગજ નેતાઓની સાથે રમતવીરો, સિનિયર સીટીઝન રમતવીરો, રમતગમત પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે. આ કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં રમતવીરોને હાજર રહેવા જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાએ અપીલ કરી છે.

أحدث أقدم