الجمعة، 14 أبريل 2023

રાજકોટના બેડલા ગામમાં ભાજપ આગેવાન પર જીવલેણ હુમલો, 25 હજાર રોકડ અને બે તોલા સોનાનો ચેઇન લઈ આરોપીઓ ફરાર | Deadly attack on BJP leader in Bedla village of Rajkot, accused absconding with 25 thousand cash and two tola gold chain | Times Of Ahmedabad

રાજકોટ29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

રાજકોટના બેડલા ગામે રહેતાં ભાજપ આગેવાન ભગવાનજીભાઇ સવજીભાઇ જીંજરીયા (ઉ.વ.60) પર સાંજે કુવાડવા ગામમાં શ્રીરામ મારબલ પાસે બેડલા ગામના સરપંચના ભાઇ ભરત સોરાણી તથા સાથેના અશોક સોરાણી, બચુ અને બે અજાણ્યાએ લોખંડના પાઇપથી હીચકારો હુમલો કરી બંને પગ ભાંગી નાંખી ધમકી આપી તેમની પરવાનાવાળી રિવોલ્વર, રોકડા 25 હજાર અને બે તોલા સોનાનો ચેઇન લૂંટી લેતાં ચકચાર મચી જવા પામી છે. સરપંચ અજય સોરાણીએ સરકારી સહાયની વસ્તુમાં ભ્રષ્ટાચાર આચર્યો હોઇ તેના વિરૂધ્ધ ભગવાનજીભાઇએ અરજીઓ કરી હોઇ તેનો ખાર રાખી કાવતરૂ ઘડી તેમના પર હુમલો થયાનું જણાવાયું છે. હાલ કુવાડવા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભરત સોરાણીની અટકાયત કરી
પોલીસે ભગવાનજીભાઇ સોરાણીની ફરિયાદ પરથી બેડલાના સરપંચ અજય સોરાણીના ભાઇ ભરત સોરાણી, અશોક સોરાણી, બચુ અને બે અજાણ્યા સામે આઇપીસી 323, 325, 120-બી, 506(2), 397, અને 135 મુજબ કાવતરુ ઘડી હુમલો કરી ધમકી આપવાનો અને લૂંટ-ધાડ કરવાનો ગુનો નોંધી ભરત સોરાણીની અટકાયત કરી તેની પાસેથી લૂંટાયેલી ભગવાનજીભાઇની રિવોલ્વર કબ્જે કરી છે.

ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા
હુમલામાં ભગવાનજીભાઇના બંને પગ ભાંગી ગયા હોવાથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમણે હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે, હું પત્નિ મંજુલાબેન સાથે રહુ છું અને ખેતી કરુ છું. મારે બે દિકરી અને બે દિકરા છે. મેં 20 વર્ષ પહેલા હથિયાર પરવાનો કઢાવેલો છે અને મારી પાસે એક રિવોલ્વર છે. આ હથિયાર મેં મારા મોટા ભાઇ સ્વ. પોપટભાઇ જીંજરીયા પાસેથી ખરીદ કર્યુ હતું. બે દિવસ પહેલા અમારા સગા ચોથાભાઇ સવજીભાઇ મેઘાણી જે જીયાણા ગામે રહે છે તે ગુજરી ગયા હોઇ ત્યાં ખરખરે જવાનું હોવાથી હું ગુરૂવારે બાઇક લઇને કુવાડવા શ્રીરામ મારબલ પાસે પહોંચ્યો હતો. જ્યાં મારું બાઇક પાર્ક કરી સગા અમુભાઇ સહિતની સાથે કારમાં બેસીને રવાના થયો હતો.

અજય સોરાણી વિરૂધ્ધ પાણી પુરવઠામાં ફરિયાદ કરી
બાદમાં સાંજે ચારેક વાગ્યે અમે પરત કુવાડવા ચોકડીએ આવ્યા હતાં. રસ્તામાં મને અમુભાઇએ વાત કરી હતી કે, તે બેડલા ગામના સરપંચ અજયભાઇ નાથાભાઇ સોરાણી વિરૂધ્ધ ટીડીઓ અને પાણી પુરવઠામાં ફરિયાદ કરી છે તે પાછી ખેંચી લેજે નહિતર ભવિષ્યમાં ઝઘડા થશે પરંતુ, મેં તેને હું કોઇ ફરિયાદ પાછી ખેંચીશ નહિ તેમ કહ્યું હતું. અજય સોરાણી વિરૂધ્ધ મેં પાણી પુરવામાં ફરિયાદ કરી હતી. હું કારમાંથી કુવાડવા શ્રીરામ મારબલ પાસે ઉતરીને પછી ખુણામાં લઘુશંકા કરવા ઉભો હતો ત્યાંજ સિલ્વર કલરની કાર આવી હતી. તેમાં પાંચ જણા હતાં.

25 હજાર રોકડ અને બે તોલાના સોનાના ચેઇનની લૂંટ કરી
ભરત સોરાણીએ બચુભાઇને પકડવા માટે કહ્યું એટલે તેણે મને પાછળથી પકડી લીધો હતો, જ્યારે ભરતે મારી રિવોલ્વર ખેંચી લઇ તેની કારમાં મુકી દીધી હતી. બાદમાં કારમાંથી પાઇપ કાઢયો હતો. આ સાથે જ અશોકના હાથમાં પણ પાઇપ હતો. અન્ય એક શખ્સ ડ્રાઇવર સીટ પર જ બેઠો હતો. બચુભાઇએ મને પકડી રાખ્યો હતો અને ભરત તથા અશોકે ગાળો દઇ આડેધડ માર મારવાનું ચાલુ કરતાં બંને પગમાં ગંભીર ઇજા થઇ હતી. ઢીકાપાટુ પણ માર્યા હતાં. મારા દિકરાએ મને આપેલા 20 હજાર તથા બીજા પાંચ હજાર મારી પાસે હતાં તે 25 હજાર રોકડા અને મારો સોનાનો બે તોલાનો ચેઇન પણ આ લોકોએ ખેંચી લીધા હતાં. લોકો ભેગા થઇ જતાં બધા ભાગી ગયા હતાં. મેં મારા દિકરાને ફોન કરતાં મને હોસ્પિટલમાં ખસેડયો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.