25 વર્ષથી બાકી નીકળતુ ફેમિલી પેન્શન અને પેન્શન તફાવત ચુકવવા આદેશ; સમલૈંગિક યુગલો વચ્ચે લગ્ન બાબતે આવેદન | Order to pay family pension and pension difference due for 25 years; Application for marriage between same-sex couples | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

ગોધરા નામદાર કોર્ટનો આદેશ…
પંચમહાલ જિલ્લામાં રોડ એન્ડ બિલ્ડીંગ પંચાયત વિભાગ, શહેરામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા અને ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા ગુજરનારના વારસ પત્નીને સરકારની દાખલ કરેલ એલપીએ અરજી નંબર ૩૨૬/૨૨ રદ જાહેર કરી કરી વારસ પત્નીને છેલ્લા ૨૫ વર્ષથી બાકી નીકળતુ ફેમિલી પેન્શન અને પેન્શન તફાવત ચુકવી આપવા નામદાર ગુજરાત હાઇકોર્ટના આખરી આદેશથી પરિવાર આનંદવિભોર બનવા પામ્યો હતો.

ગુજરાત સરકારના તાબા હેઠળ ચાલતી માર્ગ અને મકાન વિભાગ પંચમહાલની શહેરા ખાતે આવેલ કચેરીમાં વર્ષ ૧૯૭૭થી રોજમદાર તરીકે ફરજ બજાવતા રતિલાલ બળવંતસિંહ બારીયા કે જેઓને તેમની નોકરીના અરસા દરમિયાન તેઓને સરકારના તારીખ ૧૭/૧૦/૮૮ ના પરિપત્ર મુજબના લાભો આપવામાં આવતા હતા. પરંતુ તેમની ૨૧ વર્ષની લાંબા સમય નોકરી બાદ નિવૃત્તિ પહેલા તેઓનું તારીખ ૩૦/૬/૯૮ના રોજ ચાલુ ફરજ દરમિયાન એકાએક અવસાન થયેલ. તેમના અવસાન બાદ ગુજરનારના વારસ પત્ની લીલાબેન બારીયાએ સરકાર સમક્ષ વારંવાર ફેમિલી પેન્શન ચૂકવી આપવા બાબત રજૂઆતો કરેલ. પરંતુ સરકાર તરફથી તેમની રજૂઆતો અંગે કોઈ ધ્યાન દોરવામાં આવેલ ન હતુ.

જેને લઇ ગુજરનાર નાં વારસ પત્ની લીલાબેન બારીયા એ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ અંબાલાલ.એસ.ભોઈનો સંપર્ક કરી તેઓને થયેલ અન્યાય બાબતે રજૂઆત કરેલ તેમની રજૂઆતો ધ્યાને ફેડરેશન દ્વારા ગુજરનારના નોકરી સમય દરમિયાનના તમામ દસ્તાવેજો સહિત નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ફેડરેશનના એડવોકેટ દિપક આર દવે દ્વારા એસ સી એ અરજી નંબર ૧૫૬૦૧ / ૨૦ દાખલ કરેલ એ અરજીમાં ગુજરનારના અવસાનની તારીખથી તેમના વારસ પત્નીને ફેમિલી પેન્શન તથા મળવાપાત્ર ગ્રેજ્યુટી રજાઓ અને અન્ય ભથ્થા ચુકવી આપવા અંગેની દાદ માંગેલ. જે અરજી ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવ દ્વારા અરજદારે માગેલ દાદ મંજુર કરતો આદેશ તા.૨૭/૧/૨૨ ના રોજ કરેલ. પરંતુ તે આદેશથી નારાજ થઈ સરકારે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એલ.પી.એ. નંબર ૩૦૬/૨૨ દાખલ કરી હતી.

જે અરજી ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એન.વી.તનેજા તથા નીરલ આર મહેતાની બનેલ પેનલ દ્વારા તારીખ ૧૬/૧/૨૦૨૩ ના રોજ અગાઉ એસ.સી.એ અરજી નંબર ૧૫૬૦૧/૨૨ માં થયેલો હુકમ યથાવત જાહેર કરી સરકારની એલ પી એ અરજી રદ જાહેર કરી હતી. ગુજરનારના વારસ પત્ની લીલાબેન બારીયાને તેમના પતિની અવસાન તારીખ પછી તેઓને પૂરેપૂરું ફેમિલી પેન્શન તફાવત ગ્રેજ્યુટી બાકી નીકળતી રજાઓ તેમજ મળવા પાત્ર તમામ ભથ્થાઓ ચૂકવી આપવાનો આખરી આદેશ કરતા ગુજરનારના પરિવારને ૨૫ વર્ષ પછી ફેમિલી પેન્શનનો લાભ મળતા ગુજરનારનાં પરિવારજનોએ હર્ષના આંસુ સારી આનંદવિભોર બન્યા હતા.

કાનુની માન્યતા આપવા મામલે આવેદનપત્ર…
સમલૈંગિક યુંગલો વચ્ચે લગ્ન બાબતે કાનુની માન્યતા આપવા મામલે અધિવકતા પરિષદ ગોધરા પંચમહાલ દ્વારા સખત વિરોધ નોંધાવી પંચમહાલ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

હાલમાં અધિવકતા પરિષદ, પંચમહાલ, ગોધરાને ધ્યાનમાં આવેલ છે કે, નામદા૨ સુપ્રિમ કોર્ટમાં હાલમાં સમલૈંગિક યુગલ ભારતમાં ૨હેતા સમલૈંગિક યુગલો વચ્ચે લગ્ન બાબતે કાનુની માન્યતા આપવા બાબતે તથા કાનુની રાહે માન્યતા મેળવવા માટે કોર્ટ આવા સમલૈંગિક લગ્ન કાનુની ગણવા માટે ચુકાદાની રાહ જોવાઈ રહી છે. ત્યારે આવી પરિસ્થિતીમાં નીચે મુજબના મુદ્દાઓ ધ્યાને લઈને અમારી સામાજિક, ધાર્મિક, અને ન્યાયીક દ્રષ્ટીએ કરેલી ૨જૂઆતોને વર્તમાન સ૨કા૨ને ધ્યાને લાવવા હાલનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જેમાં સોળ સંસ્કારો પૈકી બારમો લગ્ન સંસ્કાર અતિ મહત્ત્વનો છે. લગ્ન સંસ્કારથી બ્રહ્મચર્યાશ્રમમાં રહેલી વ્યક્તિનો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થાય છે અને સામાજિક જીવનના આધારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સાધનામાં પ્રવૃત્ત થાય છે. હિન્દુ બ્રહ્મચર્યાશ્રમ ધર્મમાં ગૃહસ્થાશ્રમને, વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમનો પોષક કહ્યો છે. વિશ્વમાં લગભગ તમામ ધર્મો કે જાતિના લોકોમાં કોઇને કોઇ રીતે લગ્ન માટે વિવાહ, લગ્ન સંસ્કારની પ્રથા પ્રચલિત છે, પાણિગ્રહણ, પરિણય વગેરે શબ્દો પ્રચલિત છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર વિવાહ એ એક ધાર્મિક વિધિ છે. જૂદા જૂદા બે પરિવાર-કુટુંબના સ્ત્રી અને પુરુષનું પ્રેમના તાંતણે જોડાણ થાય છે.

આ જોડાણથી એક પરિવારનો વંશ આગળ વધે છે. લગ્ન સંસ્કારમાં સાથે જોડાયેલા સ્ત્રી-પુરુષનો દાંપત્ય સંબંધ જીવન પર્યંતનો હોય છે. લગ્ન સંસ્કાર ભલે એક ધાર્મિક વિધિ છે, પરંતુ તેનો વ્યક્તિ અને સમાજ ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પડે છે. વિવાહ દ્વારા બે દ્વંદ્ધ શક્તિઓનું વિધિવત જોડાણ થાય છે. સ્ત્રી વિના પુરુષ અધુરો છે અને પુરુષ વિના સ્ત્રી અધુરી છે. બન્નેનું વિધિવત જોડાણ બન્ને પાત્રોને પૂર્ણ બનાવે છે અને સૃષ્ટિનું રચનાત્મક કાર્ય આગળ વધે છે. વિવાહને એક સામાજિક સંસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી ગૃહસ્થએ વંશ વિસ્તાર, ગૃહસ્થ વ્યક્તિએ નિત્ય કરવાના પંચ મહાયજ્ઞ તથા પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજો ગૃહસ્થોએ પૂરી કરવાની હોય છે. ગૃહસ્થોએ જીવનમાં રહેલી કામનાને નિયંત્રિત કરી સામાજિક સેવાકાર્યોની સાથે સાથે મોક્ષ પ્રાપ્તિના માર્ગે આગળ વધવાનું હોય છે.

આપણી સંસ્કૃતિમાં લગ્નને એક યજ્ઞ માનવામાં આવ્યો છે. મનુષ્યો ઉપર ઋષિઋણ, દેવઋણ અને પિતૃઋણ-યજ્ઞ આ ત્રણ ઋણ હોય છે. યાગાદિથી દેવઋણ, શાસ્ત્રોના અધ્યયનથી ઋષિઋણ અને પુત્રપ્રાપ્તિથી પિતૃઋણમાંથી મુક્ત થઇ શકાય છે. આ ઋણમાંથી મુક્તિ મેળવવા વિવાહ માટે કરવા આવશ્યક છે. હિન્દુ ધર્મમાં વિવાહને પવિત્ર સંસ્કાર માનવામાં આવ્યો છે. આવી શ્રેષ્ઠ વિચારધારા ધરાવતા પવિત્ર ભારત દેશમાં જ્યારે આવી વિકૃત માનસિકતા અને માત્ર વાસનામાં જ રાચતા રહેલા સમલૈંગિકો દ્વારા નામ સુપ્રિમ કોર્ટ દ્વારા જો માન્યતા મેળવવામાં આવે તો સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને તેને આપેલા સોળ સંસ્કારો પૈકીના લગ્ન સંસ્કાર નાશ પામશે. લગ્નની પવિત્રતા તથા લગ્ન પ્રથા નાશ પામશે અને સમાજ દિન પ્રતિદિન દુષિત થતો જશે અને કુટુંબ વ્યવસ્થા ખલાસ થશે અને સમગ્ર રાષ્ટ્ર પાયમાલી ત૨ફ જવાના એંધાણ શરુ થશે.

તબીબી પુરાવા મુજબ હોમોસેક્યુંઅલ સમાજમાં માન્યતા અપાવાથી સમલૈંગિકો નાની ઉંમરમાં નકારાત્મકતા, શારીરીક નબળાઈ, માનસિક અને મનોવૈજ્ઞાનિક રીતે પાયમાલ થઈ જશે. માતા-પિતા માટે બાળકોનો યુવા અવસ્થા સતત ચિંતાયુક્ત થઈ જશે. ચર્મ રોગ સુષ્ટ્રિમાં ૨હેલા તમામ પશુઓ પણ કુદરતે નક્કી કરેલા ક્રમાનુંસા૨ પ્રજનન કરીને પોતાનો સંસા૨ આગળ ધપાવે છે. જ્યારે આવા જુજ લોકોનો સમુહ પશુઓથી પણ નિમ્ન કક્ષાની વિચા૨ધારા કરીને આ દેશ, કુટુંબ, સમાજને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. દેશને આંતરિક રીતે ખોખલો કરી રહ્યા છે અને સમગ્ર દેશની યુવાપેઢીને ગુમરાહ કરી રહ્યા છે .

ત્યારે ઉપરોક્ત તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આવના૨ સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપનારુ શ્રેષ્ઠ આપણા સૌનું ભા૨ત આવા સમલૈંગિક સંબંધોને નહિ સ્વીકારી હાલનું અમારુ આવેદન પત્રની સ૨કા૨ને અમારુ રજૂઆત પહોંચાડવા લગ્નને માન્યતા ન મળે તે હેતુસ૨ હકીકતો ધ્યાને લઈને અધિવકતા પરિષદ, ગુજરાત, પંચમહાલ, ગોધરા ૨જૂઆત કરે છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم