દેશમાં સૌથી વિશાળ દરિયા કિનારે ગુજરત પોલીસનું સાગર સુરક્ષા કવચ હેઠળ ચેકીંગ, વલસાડ જિલ્લામાં 250થી વધુ પોલીસ જવાનો હાજર | Gujrat police checking the largest beach in the country under sea security cover, more than 250 police personnel present in Valsad district | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Gujrat Police Checking The Largest Beach In The Country Under Sea Security Cover, More Than 250 Police Personnel Present In Valsad District

વલસાડ11 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં આવેલા દરિયા કિનારેના ગામોમાં લોકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ સીટી, રૂરલ, ડુંગરી, પારડી, ઉમરગામ, LCB, SOG અને મરીન પોલીસ દ્વારા સાગર સુરક્ષા કવચ હેઠળ દરિયામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું, વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે આવેલા ગામોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો પાસેથી શંકાસ્પદ લોકોની ચહલ પહલ અંગે માહિતીઓ મેળવવામાં આવી રહી છે. અને શંકાસ્પદ ઈસમો ઉપર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક લોકોને શંકાસ્પદ લોકો અંગે નજીકના પોલીસ મથકે જાણ કરવા અંગે લોકોને સમજ આપવામાં આવી હતી.

વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સાગર સુરક્ષા કવચ હેઠળ દરિયા કિનારે વસતા ગામોની સુરક્ષા માટે એક મોકડ્રિલનું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. સાગર સુરક્ષા કવચ હેઠળ પોલીસ વિભાગ દ્વારા ગામમાં વલસાડ જિલ્લાની કુલ 250થી વધુ પોલીસ જવાનો દ્વારા શંકાસ્પદ જગ્યાઓનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પેટ્રોલિંગ દરમ્યાન માછીમારોને મળીને દરિયામાં થતી ગતિવિધિઓની માહિતી મેળવવામાં આવી રહી છે. વલસાડ સીટી, રૂરલ, ડુંગરી, પારડી, LCB, SOG, ઉમરગામ અને મરીન પોલીસ મળી કુલ 250થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓ દ્વારા વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયાઈ પટ્ટા ઉપર સુરક્ષા કરી રહ્યા છે. પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા દરિયા કિનારેના ગામોમાં પોલીસ જવાનો દ્વારા બોટથી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરિયા કિનારે વસતા લોકોને પોલીસ વિભાગ દ્વારા શંકાસ્પદ લોકો ગામમાં જણાઈ આવે તો તેના ઉપર વોચ રાખી તાત્કાલિક નજીકના પોલીસ મથકને માહિતી આપવા સમજ આપવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા સાગર સુરક્ષા કવચ હેઠળ મોકડ્રિલ યોજવામાં આવી છે. જેમાં સ્થાનિક લોકોને જાગૃતિના કામો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે છે. વલસાડ જિલ્લાના સીટી પોલીસે 250થી વધુ પોલીસ જવાનો, હોમગાર્ડ અને GRD જવાનોનો સાગર સુરક્ષા હેઠળ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…