Tuesday, April 25, 2023

બોટાદ જિલ્લામાં 26થી 29 એપ્રિલ દરમ્યાન પડી શકે છે કમોસમી વરસાદ, ખેડૂતોને પાક સલામત સ્થળે રાખવા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ | Unseasonal rain may fall in Botad district from April 26 to 29, agriculture department appeals to farmers to keep crops in safe place | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Unseasonal Rain May Fall In Botad District From April 26 To 29, Agriculture Department Appeals To Farmers To Keep Crops In Safe Place

બોટાદ44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કમોસમી વરસાદની આગાહીને અનુલક્ષી પાક સલામત સ્થળે ખસેડવા ખેડૂતોને અનુરોધ કરાયો છે. હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. 29 એપ્રિલ,2023 સુધી બોટાદ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે.

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.26/04/2023થી તા.29/04/2023 દરમિયાન બોટાદ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે મોટા ભાગે ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેવામાં આવતા જ હોય છે. તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.

પાકને કમોસમી વરસાદથી થતા નુકસાનથી બચાવવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તે પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકે તેવા પગલા ભરવા. શાકભાજી અથવા બાગાયતી પાકો ઉતારી લેવા, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી સાવચેતીના આગોતરા પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.

એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા તેમજ વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 18001801551 નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Related Posts: