અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
વાલી મંડળ અને પત્રકાર તરીકેની ઓળખ આપીને મણિનગરની સ્કૂલમાંથી ખંડણી માંગનાર આશિષ કણજારીયા લની ક્રાઈમ બ્રાન્ચ છે ધરપકડ કરી છેમ લઆરોપીને આજે કોર્ટમાં રજૂ કરીને પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.પોલીસ તપાસમાં આરોપીના ઘરેથી અનેક સ્કૂલની ફાઈલ મળી આવી છે તથા સ્કૂલમાંથી ખંડણી પણ વસૂલ કરી હોવાની વિગત જાણવા મળી છે.
4 લાખની ખંડણી વસૂલ્યાના પુરાવા મળ્યા
આશિષ કણજારીયાને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મળતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છેમત્યારે આરોપીના મકાનમાંથી પોલીસને અલગ અલગ સ્કૂલોની 27 ફાઈલો મળી આવી છે.આ ઉપરાંત આરોપીએ અમદાવાદની પશ્ચિમ વિસ્તારની સ્કૂલ પાસેથી 4,00,000ની ખંડણી વસૂલી હોવાનું પણ પુરાવા મળ્યા છે જેની વિગત મેળવી ખંડણી રકમ રીકવર કરવાની કાર્યવાહી ચાલુ છે. અમદાવાદ ગ્રામ્યના કાશીન્દ્રા પાસે રામેશ્વર પેરેડાઇઝ વિલા ખાતે આરોપીએ બંગલો પણ ખરીદેલો હોવાનું જાણવા મળ્યું છે.