સુખપૂરમાં થયેલી યુવાનની હત્યાના આરોપીઓને તાત્કાલીત ઝડપી કડકમાં કડક સજા કરવા માંધાતા ગ્રુપ કોળી સમાજે ચોરવાડ પોલીસને રજૂઆત કરી | The group Koli Samaj has submitted to the Chorwad Police, wanting immediate and strict punishment for the accused in the murder of a young man in Sukhpur. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The Group Koli Samaj Has Submitted To The Chorwad Police, Wanting Immediate And Strict Punishment For The Accused In The Murder Of A Young Man In Sukhpur.

જુનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક

બે દિવસ પહેલા ચોરવાડના ગડુ ગામના કરણ વાઢેર નામના યુવાનની સુખપુર ગામે રહેતા દાના ડોડીયા નામના વ્યક્તિએ ઢોર માર મારી હત્યા નિપજાવી હતી જેને લઇ આજે માંધાતા ગ્રુપ અને કોળી સમાજ દ્વારા બહોળી સંખ્યામાં લોકો રેલી કાઢી એકત્રિત થઈ ચોરવાડ પોલીસ સ્ટેશને હત્યાના આરોપીને કડકમાં કડક સજા થાય તે હેતુથી આવેદનપત્ર પાઠવ્યું હતું.

માંધાતા ગ્રુપ પ્રમુખના રામદેભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ચોરવાડના ગડુ ગામે કરણ વાઢેર નામના યુવાનની હથિયાર કરવામાં આવી છે અને તે અત્યારની પાછળ ગુનાહિત કાવતરું કર્યું હતું અને યુવાન ને ઢોર માર મારી યુવાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જેને લઇ કોળી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે આ હત્યાના બનાવમાં જેટલા પણ તત્વો સમાયેલા છે. તે લોકોને તાત્કાલિક પકડી તેમજ તેઓની કોલ ડીટેલ કાઢી તપાસ થાય. આરોપીઓને કડકમાં કડક અને સમાજમાં દાખલો બેસે તેવી આકરી સજા થાય અને ભોગ બનનારના પરીવારને ન્યાય મળે તેવી માંધાતા ગ્રુપ અને કોળી સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી.