Thursday, April 13, 2023

પેટલાદમાં મહિલાનું એટીએમ કાર્ડ બદલી બે ગઠીયાઓએ રૂપિયા 27 હજાર રૂપિયા ઉપાડી લીધા | In Petlad, two gangs changed the woman's ATM card and withdrew 27 thousand rupees | Times Of Ahmedabad

આણંદ32 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આવેલા એસબીઆઈ બેન્કના એટીએમ પૈસા ઉપાડવા માટે ગયેલ એક મહિલાનું એટીએમ કાર્ડ બે ગઠિયાઓ એ બદલી લઈ મહિલાના ખાતામાંથી રૂપિયા 27 હજાર ઉપાડી લેતાં આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આવેલ એસબીઆઈ બેન્કના એટીએમ ગુરૂવારના બપોરના સમયે અલ્પાબેન એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે ગયાં હતાં. તે દરમિયાન તેમની પાછળ બે અજાણ્યા યુવકો આવી ચઢ્યા હતા. અલ્પાબેન ને એટીએમ વાપરતાં બરાબર આવડતું ન હોવાથી બંને જણાયે લાવો અમે તમને પૈસા ઉપાડીને આપીએ તેમ જણાવીને અલ્પાબેન નું એટીએમ કાર્ડ લઈ ચાલાકી વાપરી એટીએમ કાર્ડ બદલી અલ્પાબેનના ખાતામાંથી રૂ.27 હજાર ઉપાડી લીધા હતાં. બંને ગઠિયાઓએ રૂ.27 હજાર ઉપાડી લઇને છેતરપિંડી આચરી હતી. આ બાબતની જાણ અલ્પાબેનને થતાં તેઓ પેટલાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પેટલાદ શહેર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.