જાહેર મિલકતના નુકસાનમાં પોલીસની ભૂમિકા અને સંખ્યાની પિટિશન, જવાબ માટે સરકારને 28 એપ્રિલનો સમય અપાયો | Gujarat government was given April 28 to respond to Suomoto petition on the role of police in damage to public property and number of petitions | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gujarat Government Was Given April 28 To Respond To Suomoto Petition On The Role Of Police In Damage To Public Property And Number Of Petitions

એક કલાક પહેલા

  • કૉપી લિંક

દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતા જાહેર મિલકતને નુકશાન થતું હોય છે. ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. આ પિટિશન સુપ્રિમકોર્ટના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી.

સુપ્રિમ કોર્ટના નિર્દેશો
જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી. પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી. વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી. તોફાનો વખતે જાહેર મિલકતોને નુકશાન થતું હોય છે. ત્યારે તેની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવી. 2009માં સુપ્રિમકોર્ટ દ્વારા આ અંગે અપાયેલા નિર્દેશોનું પાલન કરવું. સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ
હાઇકોર્ટે આવા કિસ્સાઓમાં સુઓમોટો દાખલ કરવાની રહેશે. હાઇકોર્ટે વર્તમાનમાં રાજ્ય સરકાર પાસે ઉપરોક્ત કાર્યને લઈને જવાબ પણ રજૂ કરવા આદેશ કર્યો છે. જે માટે 28 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…