સુરત2 કલાક પહેલા
- કૉપી લિંક

સિક્યોર અમ્બ્રોરોડરી થ્રેડ અને જરી એસોસિયેશનના તૃતીય વાર્ષિક સંમેલનનું 28 એપ્રિલના રોજ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રક્તદાન કેમ્પ, નિદાન કેમ અને બીટુબી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
એક્ઝિબિશનમાં મેન્યુફેક્ચરો, ડીલરો અને થ્રેડ જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જોડાશે
સિક્યોર અમ્બ્રોરોડરી થ્રેડ અને જરી એસોસિયેશનના પ્રમુખ મહેશ બોરડાએ જણાવ્યું હતું કે કેનાલ રોડ પર આવેલા વિતરંગ ફાર્મમાં સિક્યોર અમ્બ્રોરોડરી થ્રેડ એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા તૃતીય વાર્ષિક સંમેલન અંતર્ગત બ્લડ કેમ્પ, ફ્રી નિદાન કેમ્પ અને બીટુબી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં મેન્યુફેક્ચરો, ડીલરો અને થ્રેડ જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જોડાશે.
બીટુબી એક્ઝિબિશનમાં 35 સ્ટોલ રાખવામાં આવ્યા
વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર પારસ પાંધી અને રાજનેતાઓ સાથે સમાજના અગ્રણીઓ હાજર રહેશે. 28 એપ્રિલના રોજ બે વાગ્યા બાદ થ્રેડ અને જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને આ કાર્યક્રમમાં આવવા અપીલ કરી છે. બીટુબી એક્ઝિબિશનમાં 35 સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં થ્રેડ અને જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સ્ટોલ પર રહેશે. આ એક્ઝિબિશનમાં 3500 થી 4000 લોકો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.