બોટાદ40 મિનિટ પહેલા
- કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને ધ્યાને લઇ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે બોટાદ આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ વ્યવસ્થાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ થકી પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતોને વેચાણ માટેનું પ્લેટફોર્મ મળે તેમજ વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે તા. 29 અને 30 એપ્રિલ બે દિવસ માટે સવારે 8:00 કલાકથી બોટાદ આત્મા પ્રોજેક્ટ, જિલ્લા વહીવટી તંત્ર તથા વિરાણી એક્સપોર્ટ, સુરત (કરશનભાઇ નારાયણભાઈ વિરાણી- રણિયાળા, તા. ગઢડા)ના સૌજન્યથી બોટાદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણની વ્યવસ્થા કરવામાં આવી છે.
બોટાદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાની પ્રાકૃતિક ખેત પેદાશના વેચાણ માટે આ વ્યવસ્થાનો લાભ લઇ શકે છે. સ્ટોલની સંખ્યા મર્યાદિત હોવાથી તેની ફાળવણી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. તથા તેની પૂર્વ નોંધણી C/3/21, બોટાદ જિલ્લા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી, બીજો માળ, જિલ્લા પંચાયત ભવન, ખસ રોડ ખાતે કરાવવા આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.