- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Ahmedabad Municipality Of Gujarat High Court On The Issue Of Stray Cattle And Bad Roads. Fitkar To Corporation, Further Hearing On April 29
અમદાવાદ2 કલાક પહેલા
- કૉપી લિંક

અમદાવાદના રસ્તા અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારના વકીલ દ્વારા કોર્ટના હુકમના તિરસ્કાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર જવાબદાર હોવાની કોર્ટમાં રજુઆત કરાઇ હતી. સાથે જ જણાવાયું હતું કે જવાબદારીમાં બેદરકારી બદલ એક ઇન્ક્રીમેન્ટ રોકવાથી અધિકારીઓને કોઈ ફરક પડતો નથી. રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે રાજ્ય સરકારની કોઈ નીતિ નથી અને કોર્પોરેશને અગાઉ જે નીતિ બનાવી તેની અમલવારી થતી નથી.
હાઇકોર્ટની AMCની ઝાટકણી કાઢી
સુનાવણીમાં હાઇકોર્ટે રખડતા ઢોરના ત્રાસ મુદ્દે અને રસ્તા મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. વારંવાર હુકમો છતાં પણ યોગ્ય કામગીરી નહીં થઈ રહી હોવાનું કોર્ટે નોંધ્યુ હતું. સાથે જ શુક્રવાર સુધીમાં નક્કર પગલા લઈને કોર્ટને જાણ કરવા હુકમ કર્યો હતો.
સુનાવણીમાં AMCએ કોર્ટમાં જવાબ રજૂ
આ મુદ્દે 29 એપ્રિલના રોજ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત સુનાવણીમાં AMCએ કોર્ટમાં જવાબ રજૂ કરતા શહેરમાં બિસ્માર રોડ-રસ્તાના રીપેરીંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ સાથે જ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોવાનું જણાવ્યું હતું. તેની પર નીતિ બની ચુકી છે અને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ લાગુ કરવાની કોર્ટને ખાતરી આપી હતી.