જૂનાગઢએક કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસ્વીર
- એસટીની નોન સ્ટોપ ઇલેકટ્રીક એસી બસ મુસાફરોની પસંદ
એસટી દ્વારા જૂનાગઢ- રાજકોટ વચ્ચે નવી ઇલેકટ્રીક એસી નોન સ્ટોપ બસ સેવા શરૂ કરાઇ છે. આ બસ સેવાને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર 3 દિવસમાં જ એસી બસમાં 1,306 મુસાફરો થકી જૂનાગઢ એસટીને 1,92,390ની આવક થવા પામી છે. આ અંગે જૂનાગઢ એસટીના ડિવીઝનલ કન્ટ્રોલર આર.પી. શ્રીમાળીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ- રાજકોટ વચ્ચે નવી નોન સ્ટોપ એસી ઇલેકટ્રીક બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ સેવા જૂનાગઢ બસ સ્ટેશનેથી સવારના 6:30થી શરૂ થાય છે અને સાંજે 7:30 સુધીમાં કુલ 16 ટ્રીપ ચલાવાય છે.
જૂનાગઢ બસ સ્ટેશનથી ઉપડેલી બસ મજેવડી દરવાજા અને બાદમાં સાબલપુર સ્ટોપ કરે છે. બાદમાં નોન સ્ટોપ દોડતી આ બસ ગોંડલ ચોકડી થઇ સીધી રાજકોટ બસ સ્ટેશને ઉભી રહે છે. પરિણામે સમયની બચત થતી હોય આ નોન સ્ટોપ એસી નવી ઇલેકટ્રીક બસ સેવા મુસાફરોની પહેલી પસંદ બની ગઇ છે. માત્ર 3 દિવસમાં જ 1,306 મુસાફરોએ આ બસ સેવાનો લાભ લેતા એસટીને 1,92,390ની આવક થવા પામી છે.આમ, દિવસભરમાં જૂનાગઢ બસ સ્ટેશનેથી 16 વખત ઉપડતી એસી ઇલેકટ્રીક નોનસ્ટોપ જૂનાગઢ -રાજકોટ બસને મુસાફરોનો સારો સહયોગ સાંપડી રહ્યો છે.