રાજકોટમાં લોકોને રિક્ષામાં બેસાડી મોબાઈલ અને રોકડ સેરવી લેતી રિક્ષા ગેંગના 3 આરોપીની ધરપકડ | 3 accused of rickshaw gang arrested in Rajkot for taking mobile phones and cash from people in rickshaws | Times Of Ahmedabad

રાજકોટ2 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક રિક્ષા ગેંગની ધરપકડ કરવામાં આવી છે. લોકોને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી મોબાઈલ તેમજ રોકડ રકમ સેરવી લેતી રિક્ષા ગેંગના 3 આરોપીને પકડી પાડી 15 જેટલા ગુનાનો ભેદ ઉકેલી 80,000 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે.

કોઠારીયા સોલ્વટ ફાટક પાસેથી રિક્ષા ગેંગ ઝડપાઈ
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળતા શહેરના કોઠારીયા સોલ્વટ ફાટક પાસેથી રિક્ષા ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે તેની અટકાયત કરી નામ પૂછતાં તેમને પોતાના નામ અરવિંદ રાજુભાઈ કુવડીયા (ઉ.વ.33), મેહુલ મનસુખભાઈ સોલંકી (ઉ.વ.26) અને નથુ ઉર્ફે મિથુન બાબુભાઈ સલાટ (ઉ.વ.27) જણાવ્યું હતું. જેમની પાસેથી પોલીસે 25000 કિંમતના 3 મોબાઈલ ફોન, 50,000ની કિંમતની રિક્ષા અને 5000 રૂપિયા રોકડા મળી કુલ 80,000નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિક્ષામાં બેસાડી મોબાઈલ અને રોકડ સેરવી લેતા
પોલીસની પુછપરછમાં આરોપીઓ છેલ્લા છ માસથી નથુ ઉર્ફે મિથુન સલાટની માલીકીની સી.એન.જી. રિક્ષામાં સવાર/સાંજના સમયે રાજકોટથી શાપર, જેતપુર, ગોંડલ, મોરબી સહિતના વિસ્તારમાં આટા ફેરા મારી પરપ્રાંતિય મજુરોને રિક્ષામાં બેસાડી નજર ચુકવી તેઓની પાસે રહેલ મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા કાઢી લઈ મજુરોને રસ્તામાં ઉતારી દઈ નાસી જતા હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓએ 22 લૂંટની કબૂલાત કરી
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજકોટ શહેર અને જિલ્લામાં એકલ-દોલક શ્રમિકને આંતરી છરી બતાવી રોકડ તેમજ મોબાઇલ લૂંટીને હાહાકાર મચાવી દેનાર રિક્ષાચાલક લૂંટારુ અને તેની ગેંગમાં સામેલ એક બાળ તહોમતદાર સહિત ચાર શખસને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ટોળકીએ છેલ્લા 20 દિવસમાં રાજકોટ, શાપર વેરાવળ, રીબડા અને મોરબી, વાંકાનેરમાં 22 લૂંટની કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم