સુરેન્દ્રનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરૂવારે કોરોના પોઝિટીવના ત્રણ કેસ ધ્યાને આવ્યા હતા. આમ જિલ્લામાં કુલ 65 માંથી 51 લોકો સાજા થતા હાલ 14 એક્ટિવ કેસ રહ્યા હતા. ગુરૂવારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના ત્રણ કેસમાંથી એક કેસ મૂળી તાલુકામાં અને બે કેસ ચોટીલા તાલુકામાં નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરૂવારે 5 દર્દીઓને રજા આપવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં તા.1 એપ્રિલને શનિવારે એક જ દિવસમાં 6 લોકો કોરોનાગ્રસ્ત બનતા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. ત્યારે ગુરૂવારે સુરેન્દ્રનગર જિલ્લામાં 541 આરટીપીસીઆર ટેસ્ટ અને 238 એન્ટીજન ટેસ્ટ મળી કોરોનાના કુલ 779 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરૂવારે કોરોના પોઝિટીવના ત્રણ કેસ ધ્યાને આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકામાં 1 અને ચોટીલા તાલુકામાં 2 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ દિવસે કુલ 65માંથી 51 દર્દીઓ સાજા થતા 14 એક્ટીવ કેસ રહ્યા હતા. આજે કુલ 5 દર્દીઓને હોસ્પિટલમાંથી સાજા થતાં રજા આપવામાં આવી હતી.