જમીન બિનખેતીનો પોઝિટિવ રીપોર્ટ આપવા સીઆઈએ લાંચની માંગણી કરી, જજે 3 વર્ષની કેદની સજા અને 8000નો દંડ ફટકાર્યો | CI demands bribe to give positive report of uncultivated land, judge sentences 3 years imprisonment and fine of 8000 | Times Of Ahmedabad

રાજકોટ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટમાં વર્ષ 2004માં સર્કલ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા જયસુખભાઈ ભરાડે ફરીયાદીની જમીન બિનખેતી કરાવવા માટે પોઝિટિવ રીપોર્ટ આપવામાં 1000 રુપિયાની લાંચની માંગણી અને સ્વિકૃતીના કેસમાં ખાસ અદાલતના જજ બી.બી.જાદવે 3 વર્ષની કેદની સજા અને 8000 રુપિયાનો દંડ ફટકાર્યો છે.

લાંચનું છટકુ ગોઠવી આરોપીની ધરપકડ કરી
રાજકોટ જિલ્લા પંચાયત વિસ્તારમાં સર્કલ ઈન્સ્પેકટર તરીકે વર્ષ 2004માં ફરજ બજાવતા જયસુખભાઈ ભરાડે ફરીયાવાદીની વાજડી ગામની જમીનને બીનખેતીમાં ફેરવવા માટે પોઝીટીવ અભિપ્રાય આપવા 1000 રુપિયાની માંગણી કરેલ હતી. આ માંગણીના આધારે ફરિયાદીએ લાંચ રૂશ્વત વિરોધી ખાતામાં ફરીયાદ નોંધાવતા સાંજના સમયે લાંચનું છટકુ ગોઠવવામાં આવેલ હતું. આ છટકા દરમીયાન આરોપી જયસુખ ભરાડ 1000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

ઉછીની રકમ પરત આપી હતી – આરોપી
આ અંગેનો કેસ ચાલતા આરોપી પક્ષે બચાવ કરવામાં આવેલ કે, ફરીયાદીએ જિલ્લા પંચાયતના અન્ય કર્મચારીને ઉછીની દીધેલ રકમ પરત આપવા પેટે 1000 આપેલ હતા. જે આરોપીએ સ્વિકારેલ હતા આ રકમ આરોપીએ લાંચ તરીકે માંગેલ ન હતી કે સ્વિકારેલ ન હતી. પોતાની ઉલટ તપાસ દરમિયાન ફરીયાદીએ પણ આ હકીકતને સમર્થન આપેલ છે. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ રજુઆત કરેલ હતી કે, આ કેસમાં ફરિયાદી પંચ તથા ટેપીંગ ઓફિસરને નજરે જોનાર સાહેદ તરીકે તપાસવામાં આવેલ છે. 1000 ઉછીની રકમની પરત ચુકવવી પેટે અપાયેલ હતા. તેવો સવાલ ફકત ફરીયાદીને જ ઉલટ તપાસ દરમ્યાન પુછવામાં આવેલ છે. જો ખરેખર આ રકમ પરત ચુકવવી પેટે સ્વિકારેલ હોવાનું ટ્રેપ દરમ્યાન આરોપીએ જણાવેલ હોય તો આ સવાલ પંચ તથા ટ્રેપીંગ ઓફિસરની આરોપી તરફેની ઉલટ તપાસ દરમ્યાન કયાં કારણોસર પુછવામાં આવેલ નથી તે જણાવેલ નથી.

જજે આરોપીને સજા અને દંડ ફટકાર્યો
ચાર્જશીટ રજુ કરવા માટે જે ઉચ્ચ અધિકારીની મંજુરી મેળવવામાં આવતી હોય છે. તે ઉચ્ચ અધિકારી સમક્ષ પણ આરોપીએ આ પ્રકારનો બચાવ કયારેય લીધેલ નથી તેમજ જે કર્મચારીને પરત ચુકવવણી પેટે આ રકમ આપવાનો બચાવ લેવામાં આવેલ છે તે કર્મચારીને પણ આરોપીએ પોતાના સાક્ષી તરીકે હજુ કરેલ નથી. આ રીતે આ કેસની સમગ્ર હકીકતોને ધ્યાનમાં લેતા સ્પષ્ટ થાય છે કે ઉછીની લીધેલી રકમની પરત ચુકવણી પેટે ફરીયાદીએ આરોપીને 1000 આપેલ હતા. તે કેસ ચાલુ થયા બાદ ઉપજાવી કાઢવામાં આવેલ બનાવટી હકીકત છે જો ખરેખર આ બચાવ સાચો હોય તો પોલીસ તપાસ દરમિયાન આરોપીએ આ પ્રકારનો બચાવ લીધેલ હોય જે આ કેસમાં કરવામાં આવેલ નથી. સરકાર તરફેની આ હકીકતો ધ્યાનમાં લઈ ખાસ અદાલતના જજ બી.બી. જાદવે આરોપીને લાંચ રૂશ્વત વિરોધી કલમ -7 અને 13 હેઠળ તકસીરવાન ઠરાવી 3 વર્ષની કેદની સજા અને રૂ. 8000નો દંડ ફરમાવેલ છે.