Thursday, April 27, 2023

બનાસકાંઠા જિલ્લામાં આજે નવા 3 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 9 પર પહોંચ્યો | 3 new cases were reported in Banaskantha district today, the number of active cases reached 9 | Times Of Ahmedabad

બનાસકાંઠા (પાલનપુર)4 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે વધુ 03 કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ 09 એક્ટિવ કેસ થયા છે.આજે RT-PCR 660 અને ANTIGEN 1168 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.

ગુજરાત સહીત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે વાવમાં 02 વડગામમાં 01 દર્દી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં છે. જિલ્લામાં હાલ 09 એક્ટિવ કેસ છે.

ઉલ્લેખનીય છે બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના એ માથું ઉંચક્યું છે. 14 તાલુકામાંથી આજે બે તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ 1828 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 03 કેસ નોંધાતા કુલ 09 એક્ટિવ કેસ થયા છે. આજે 04 લોકો એ કોરોનાને માત આપી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.