ભરૂચ પોલીસે અલગ અલગ કેસોમાં પોલીસ પકડથી નાસતા ફરતા 3 આરોપીઓને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા | Bharuch police nabbed 3 accused who were on the run from the police in different cases and put them behind bars. | Times Of Ahmedabad

અંકલેશ્વર27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભરૂચ પોલીસે અંકલેશ્વર શહેરમાં એક આરોપી દુષ્કર્મના ગુનાઓમાં સજા પામેલો અને પેરોલ ફર્લો જમ્પ કરીને 15 વર્ષથી વૉન્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડ્યો છે. જ્યારે બીજા બે આરોપીઓને ચોરીના ગુનામાં વોન્ટેડ હોય તેમને ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીએ જેલમાંથી 14 દિવસની ફર્લો રજા લીધી હતી
અંકલેશ્વર શહેરમાં રહેતા રાધેસિંગ રામાધાર ઉર્ફે બિહારીસિંગ રાજપુતે વર્ષ 2005 એક પાંચ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેને કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફટકારીને વડોદરા મધયસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આ આરોપીએ જામીન માંગતા તેને 6 ઓગષ્ટ 2008થી 21મી ઓગષ્ટ 2008 સુધીના એટલે 14 દીવસની ફર્લો રજા ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે આ આરોપીની રજાનો સમયગાળો પૂર્ણ થતાં તે વડોદરા મધયસ્થ જેલ ખાતે નહિ થઈને ફર્લો જમ્પ કરીને ફરાર થઇ ગયો હતો.

આરોપી મંદિરમાં દર્શન કરવા આવવાની માહિતી મળી હતી
જે અંગે ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના PSI વી.એ.રાણા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભરૂચી ટીમના માણસોને માહિતી મળી હતી કે, અંકલેશ્વરના દુષ્કર્મના ગુનામાં સજાથી ફર્લો જમ્પ કરીને છેલ્લા 15 વર્ષથી પોલીસ પકડથી નાસતો -ફરતો આરોપી દેવભુમી દ્વારકાના મંદિરે દર્શન કરવા આવનાર છે. જે માહિતીના આધારે ટીમે ચોક્કસ બાતમી હકિકત મળતા ટેકનીકલ સર્વેલન્સ આધારે પેરોલ ફર્લો સ્કોડની ટીમે આ આરોપીને દેવભુમી દ્વારકાથી ઝડપી પાડી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બે આરોપીઓ ચોરીના ગુનામાં નસતા ફરતા હતા
જ્યારે બીજા કેસમાં દહેજ પોલીસ મથકના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી સમીર ઉર્ફે ગોરીયો મનુ યાદવ તથા દિપક ઉર્ફે દાદુ અનિલભાઇ પાટીલ પોલીસ ધરપકડથી નાસતા ફરતા હતા. આ બંનેય આરોપીઓ અંગે બાતમી હકીકત મળતા અંકલેશ્વર LCBની ટીમે ગણેશ પાર્ક સોસાયટી મ.નં .91 માંથી ઝડપી પાડયા હતા. આ બંને આરોપીઓ વિરુદ્ધ સી.આર.પી.સી.ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે ખાતે સોંપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم