રાજકોટ18 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી મોબાઇલ એસેસરીઝની દુકાનમાં ગત 7 એપ્રિલને ગુરુવારે એક ભેદી ઘટના બની હતી, જેમાં એક અજાણી મહિલા સાંજના સમયે પાર્સલ મૂકીને જતી રહી હતી અને લાંબા સમય સુધી લેવા આવી ન હતી. દુકાન બંધ પણ થઇ ગઈ અને પાર્સલમાંથી રાત્રિના સમયે અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી. આગમાં મોબાઇલની એસેસરીઝ સળગીને ખાખ થઇ ગઇ હતી, પાર્સલમાં એવું તે શું હતું કે જેમાથી આગ ભભૂકી?, પાર્સલ મૂકી જનાર મહિલા કોણ? અને તેનો ઇરાદો શો હતો? એ મુદ્દે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં આજે મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે, યુ ટયૂબના માધ્યમથી ટાયમર બોમ્બ બનાવી દુકાનમાં બ્લાસ્ટ કરાયો હતો. ધંધાકીય હરિફાઇમાં દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરાયો હતો.
ગુરુવારે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી
રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી મોબાઇલ એસેસરીઝની દુકાનમાં ગુરુવારે એક ભેદી ઘટના બની હતી, જેમાં એક અજાણી મહિલા સાંજના સમયે પાર્સલ મૂકીને જતી રહી હતી અને લાંબા સમય સુધી લેવા આવી ન હતી. દુકાન બંધ પણ થઇ ગઈ અને પાર્સલમાંથી રાત્રિના સમયે અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી. આગમાં મોબાઇલની એસેસરીઝ સળગીને ખાખ થઈ ગઈ હતી, પાર્સલમાં એવું તે શું હતું કે જેમાંથી આગ ભભૂકી?, પાર્સલ મૂકી જનાર મહિલા કોણ? અને તેનો ઇરાદો શો હતો? એ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી.
જોકે પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે અને દુકાનમાં બોમ્બ બ્લાસ્ટ કર્યાનું ખુલ્યું છે.
દુકાનમાં રહેલા બોક્સમાં બ્લાસ્ટ.
પોલીસચોકીની સામે જ દુકાનમાં બોમ બ્લાસ્ટ
ગુંદાવાડી પોલીસચોકીની સામે આવેલી ગુજરાત મોબાઇલની નામની દુકાનમાં ગુરુવારે સાંજના સમયે એક અજાણી મહિલા આવી હતી અને મોબાઇલની એસેસરીઝ વિશે થોડી વાતચીત કર્યા બાદ પોતાની પાસે રહેલું પાર્સલ થોડીવાર માટે રાખવાનું કહી પોતે ખરીદી કરીને થોડી જ વારમાં પરત આવે છે એવી વાત દુકાનમાલિક સાથે કરી હતી અને પાર્સલ દુકાને મૂકી તે રવાના થઈ હતી. વધુ સમય વીતવા છતાં મહિલા પરત આવી નહોતી, દુકાન બંધ કરવાનો સમય થયો, પરંતુ મહિલા પાર્સલ લેવા નહીં આવતાં દુકાનમાલિકે પાર્સલ સાચવીને દુકાનમાં રાખી દીધું હતું. જો કે, રાત્રે પાર્સલમાં રહેલો ટાઇમર બોમ્બ બાસ્ટ થયો હતો.
આગે દુકાનને લપેટમાં લઈ લીધી.
મોબાઈલનો મોટો જથ્થો સળગીને ખાખ
જે બાદ રાત્રિના સમયે અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી, દુકાનમાં આગ લાગ્યાની જાણ થતાં દુકાનમાલિક સહિતનાઓ દોડી ગયા હતા. ફાયરબ્રિગેડ સ્ટાફે પાણીમારો ચલાવી આગ બુઝાવી હતી, આગમાં મોબાઇલ એસેસરીઝનો મોટો જથ્થો સળગીને ખાખ થઈ ગયો હતા. આગ બુઝાયા બાદ દુકાનમાલિકે પોલીસને જાણ કરી હતી.
ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં બોમ્બ બ્લાસ્ટ કરાયો હતો.
FSLની મદદ પણ લેવામાં આવી
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા પોલીસ દ્વારા FSLની મદદ પણ લેવામાં આવી હતી. ઘટના સમયે ડીસીપી ઝોન વન સજનસિંહ પરમારે જણાવ્યું હતું કે, FSLના પ્રાઇમરી રિપોર્ટમાં જે પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો, મહિલા જે પાર્સલ મૂકી ગઈ હતી તેમાં રમકડાની બેટરી હતી. જે બેટરીમાં લિક્વિડ થવાના કારણે લિક્વિડ બેટરીના સંપર્કમાં આવતા બ્લાસ્ટ થયો હતો. ત્યારે રમકડાની કારના ભૂકાનો કેટલોક ભાગ ગાંધીનગર એફએસએલ કચેરી ખાતે વધુ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો છે.
દુકાનમાં રહેલી મોબાઈલની તમામ એસેસરીઝ બળીને ખાખ થઈ હતી.
સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો
મહિલા જે પાર્સલ મૂકી ગઇ હતી તે પાર્સલમાંથી આગ ભભૂક્યાનું દુકાનદારે રટણ કરતા પોલીસની સાથે FSLના અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. પાર્સલ મૂકી જનાર મહિલા કોણ હતી?, આવું કૃત્ય કરવા પાછળનો ઇરાદો શું હતો?, સહિતના મુદ્દા ગુંદાવાડી વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
રાત્રે દુકાનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો.
અગાઉ ઉપલેટાની સ્કૂલમાંથી મળ્યો હતો પાર્સલ બોમ્બ
4 વર્ષ પહેલા ઉપલેટા-પોરબંદર હાઇવે ઉપર આવેલી ક્રિષ્ના સ્કૂલમાં કુરિયર મારફત બોમ્બ મોકલવામા આવ્યો હતો. આ ઘટનાથી સ્કૂલમા કામ કરતા કર્મીઓ પણ અજાણ હતા. સ્કૂલ સંચાલકના નામથી કુરિયર મોકલવામા આવ્યુ હતુ. આ પાર્સલ ખોલતા શંકાસ્પદ વસ્તુ જણાઇ આવી હતી. જે બાદ સ્થાનિક પોલીસને જાણ કરાતા એસીપી કક્ષાના અધિકારી પહોંચી ગયા હતા. બાદમાં બોમ્બ જણાતા રાજકોટના તત્કાલિન એસપી બલરામ મિણા અને BDSની ટીમ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ તપસામાં પાર્સલ બોમ્બમાં સુપર પાવર 90 પદાર્થ મળી આવ્યા હતા. રાજકોટ અને રૂલર BDS દ્વારા બોમ્બને અવાવરૂ જગ્યાએ લઈ જઈ બ્લાસ્ટ કરી ડિફ્યુઝ કરાયો હતો.