મહેસાણાના યુવકની પત્નીને અમેરિકા લઇ જવા ખોટા કોન્ટ્રાક્ટ મેરેજ કરવાનો મામલો, સિદ્ધપુર સિવિલ કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા | A case of false contract marriage to take the wife of a young man from Mehsana to America, Siddpur Civil Court granted 3 days remand of the accused. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Case Of False Contract Marriage To Take The Wife Of A Young Man From Mehsana To America, Siddpur Civil Court Granted 3 Days Remand Of The Accused.

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

મહેસાણા રહેતા ભદ્રેશકુમાર રમેશચંદ્ર ભટ્ટ અને તેમની પત્ની અને તેમનો નવ વર્ષના દીકરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા, પણ તેમના સંબંધીઓ વર્ષ 2017માં દિવાળી વખતે તેમના ઘરે આવેલા તે વખતે કોન્ટ્રાક્ટ મેરેજ કરી અમેરિકા જવા લોભામણી વાતો કરી હતી. જેથી પરિણીિતા વાતોમાં આવી ગયા હતા. આ બાબતે ખોટી રીતે જવા બાબતે ભદ્રેશભાઈએ ઇનકાર કર્યો હતો. જેને પગલે તેની પત્ની રિસાઈને પિયર આવી ગઈ હતી. જ્યાં મહેસાણા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી.

આ બાબતે ભદ્રેશભાઈએ ખોટી રીતે અમેરિકા જવા બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા હકિકત સામે આવી કે, નિર્મલકુમાર હરીશભાઈ પંડ્યા (મૂળ રહે, નર્મદે રેસીડન્સી, દેદીયાસણ જી.આઇ.ડી.સી. ની બાજુમાં મોઢેરા રોડ મહેસાણા, હાલ રહે, અમેરિકા) તથા ધર્મિષ્ઠાબેન કેતનકુમાર સાંકળચંદ પટેલ(મૂળ રહે, માકણોજ તા. જોટાણા જી. મહેસાણા)નાઓએ સિદ્ધપુર ના વાલકેશ્વર મંદીરમા લગન કરાવનાર પૂજારી , સાક્ષીઓ તથા ધર્મીષ્ઠાબેનના પતી કેતનભાઈ સાંકળચંદ પટેલ કે જેઓ આ તમામ હકીકતથી વાકેફ છે.

જે તમામે ગુનાહિત કાવતરું રચી એકબીજાની ભિલિભગતથી ખોટો નોટરી દસ્તાવેજ બનાવી જે આધારે સિદ્ધપુર ખાતેથી લગ્નનું પ્રમાણપત્ર બનાવેલ હોઇ અને તેના આધારે ખોટો પાસપોર્ટ મેળવી ભાંગી ગયા હતા અને તેમની પત્ની પણ આવા ખોટા દસ્તાવેજો ઉભા કરી અમેરિકા ખાતે લઇ જવાની ફિરાકમાં છે. આ અંગે ભદ્રેશકુમાર ભટ્ટે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં નિર્મલકુમાર હરીશભાઈ પંડ્યા રહે. દેદીયાસણ તા. મહેસાણા , ધર્મીષ્ઠાબેન કેતનકુમાર પટેલ રહે. માંકણજ તા. જોટાણા અને કેતનકુમાર સાંકળચંદ પટેલ રહે. માંકણજ તા. જોટાણા આ ત્રણે શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.

જે ફરીયાદ ને આધારે દેશના તમામ એરપોર્ટ ખાતે નકલી પાસપોર્ટને લઇને નિર્મલ પંડ્યાની નોટિસ આપી દેવામા આવી હતી જેના અનુસંધાને દિલ્લી ઇન્દિરા એરપોર્ટ પોલીસે મુખ્ય આરોપી નિર્મલકુમાર હરીશભાઈ પંડ્યાને ઝડપી પાડી સિદ્ધપુર પોલીસને મેઈલ દ્વારા જાણ કરી હતી ત્યારે સિદ્ધપુર પોલીસે આરોપીને દિલ્લીથી સિદ્ધપુર લઇ આવી હતી. શુક્રવારે સિદ્ધપુર સિવિલ કોર્ટમાં આરોપીને હાજર કરવામા આવ્યો હતો. જેમા આરોપીના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ અંગે તપાસ અધિકારી પીએસઆઇ પી.એમ. બોડાણાએ જણાવ્યું હતું કે, આરોપીને કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને હાલમાં તપાસ ચાલુ છે.

Previous Post Next Post