એકના ડબલ કરવાના નામે ગેંગ ભોળા લોકોને લૂંટતી, સવા 3 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો | A gang robs innocent people in the name of doubling one, confiscates worth Rs. 3 lakh | Times Of Ahmedabad

વડોદરા8 મિનિટ પહેલા

  • કૉપી લિંક
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે એકના  ડબલ કરી ઠગતી ટોળકીને દબોચી - Divya Bhaskar

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે એકના ડબલ કરી ઠગતી ટોળકીને દબોચી

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલ સાધી ગામની સિમના એક ખેતરમાં તાંત્રિક વિધિ કરી એકના ડબલ કરી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી આચરતી ઠગ ટોળકીનો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. પોલીસે એકના ડબલ કરતી ઠગ ટોળકીના ચાર ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઠગ ટોળકી પાસેથી રૂપિયા 1.72 લાખ રોકડ સહિત રૂપિયા 3.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતુ કે, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ પાદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ નરેશકુમારને માહિતી મળી હતી કે, પાદરા તાલુકાના સાધી ગામની સિમમાં સુલતાન અમીર મલેકના ખેતરમાં બનાવેલ પોતાના ઘરની પાછળના ભાગે આવેલ વાડામાં તાંત્રિક વિધિ કરી એકના ડબલ કરી આપવાનું તરકટ રચી નાણાં ડબલ કરવા માટે આવનાર સાથે છેતરપિંડી કરનાર છે.

રોકડ, બાઇકો, પૂજાપાનો સામાન સહિત મુદ્દામાલ જપ્ત

રોકડ, બાઇકો, પૂજાપાનો સામાન સહિત મુદ્દામાલ જપ્ત

કોર્ડન કરી ટોળકીને દબોચી
આ માહિતીના આધારે પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને નાણાં ડબલ કરવા માટે આવેલા વ્યક્તિને ઠગી લેવાની ચાર વ્યક્તિઓ દ્વારા તૈયારી કરી દેવામાં આવી હતી. ઠગ ટોળકી દ્વારા નાણાં પડાવવા માટે પૂજાપાનો સામાન પણ ગોઠવી દીધો હતો. જોકે, ઠગ ટોળકી એકના ડબલ કરવા માટે આવેલા ભાયલીના પરેશ પટેલને પોતાની જાળમાં ફસાવે તે પહેલાંજ આયોજન બધ્ધ રીતે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમના જવાનોએ ટોળકીને કોર્ડન કરી દબોચી લીધા હતા.

ચારેય આરોપીઓ પાદરા તાલુકાના
પી.આઇ. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપીઓમાં કાદરખાં અહેમદખાં પઠાણ (રહે. ભદારા, પાદરા), કેશરીસિંહ ઉર્ફે અલ્લારખાં ઉદેસીંગ વાઘેલા (રહે. ભોજ ગામ બસસ્ટેન્ડ પાસે, પાદરા), સુલતાન અમીર બાપલ મલેક (રહે. સાધી ગામની સીમમાં, પાદરા) અને ફિરોજ ફતેસિંહ સોલંકી (રહે. ભોજ શના કોલોની, પાદરા)નો સમાવેશ થાય છે.

સ્થળ પરથી મુદ્દામાલ કબજે કરાયો
પાદરા તાલુકાના સાધી ગામની સીમમાંથી ઝડપાયેલી એકના ડબલ કરી છેતરપિંડી કરતી ઠગ ટોળકીના ચાર સાગરીતો પાસેથી રૂપિયા 1,22,300, એકના ડબલ કરવાની લાલચમાં ફસાયેલા પરેશભાઇ પટેલ પાસેથી રૂપિયા 50,000 3 મોટર સાઇકલ અને 5 મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા 3,34,300 મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરાંત પોલીસે નાણાં પડાવવા પૂર્વે પીજા વિધી માટે ઠગ ટોળકી દ્વારા લાવવામાં આવેલી ખોપડીની માળા, રૂદ્રાક્ષની માળા, શ્રીફળ, કંકુ વિગેરે મુદ્દામાલ પણ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

એકના ડબલ કરવા ગયો હતો
પોલીસે રોકડ રકમ અંગે આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ કોઇ જવાબ આપ્યો ન હતો. પરંતુ સ્થળ પરથી મળી આવેલા પરેશભાઇ રામજીભાઇ પટેલ (રહે. ડી-201, સ્વામીનારાયણ મંદિર પાસે, ભાયલી) મળી આવ્યા હતા. તેઓ પાસેથી રૂપિયા 50 હજાર રોકડ મળી આવી હતી. તેઓની પૂછપરછ કરતા તેઓએ એકના ડબલ કરવાની ટોળકી દ્વારા લાલચ આપવામાં આવી હતી. અને તેઓને સાધી ગામની સીમમાં બોલાવ્યા હોવાની કબુલાત કરી હતી.

પાદરા પોલીસમાં ફરિયાદ
આ બનાવ અંગે એલ.સી.બી.એ પાદરા પોલીસ મથકમાં આરોપીઓને સોંપી ફરિયાદ નોંધાવી હતી. પાદરા પોલીસે તમામ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પાદરા તાલુકાના સાધી ગામની સીમમાંથી એકના ડબલ કરવાની લાલચ આપી ઠગતી ટોળકીનો પર્દાફાશ થતાં તાલુકા પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم