No results found

    દિયરના ઝઘડામાં વચ્ચે પડતાં 3 શખસે જાનથી મારવા ધમકી આપી, અંધારામાં ખેંચી જઈ અડપલાં કર્યા | In the middle of a dispute, 3 persons threatened to kill, dragged in the dark and confronted. | Times Of Ahmedabad

    અમદાવાદએક કલાક પહેલા

    • કૉપી લિંક

    અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક મહિલા પોતાના દિયરના ઝગડામાં વચ્ચે પડતા સામેના 3 વ્યક્તિઓએ મહિલાનો હાથ પકડી અંધારામાં લઈ જઈ બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.આ ઉપરાંત મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જે અંગે મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    મહિલા અમરાઈવાડી વિસ્તારમાં રહે છે.પતિ,બાળકો,સાસુ તથા દિયર સાથે સંયુક્ત પરિવારમાં રહે છે.ગઈકાલે સાંજે બધા ઘરે હાજર હતા ત્યારે બહારથી અવાજ આવ્યો તો તેમના દિયર સાથે રાજુ બોરાડે નામના શખ્સે ઝઘડો કરી મારામારી કરતો હતો.મહિલા અને તેમના પતિ દિયરના ઝઘડામાં વચ્ચે પડતા રાજુએ તેમને પણ મારવાના શરૂ કરી દીધા હતા.રાજુ બીભત્સ ગાળો પણ બોલવા લાગ્યો હતો.આ દરમિયાન રાજુના ભત્રીજા શશી અને વરુણ પણ ત્યાં આવી ગયા હતા જે મહિલાના પતિ અને દિયરને મારવા લાગ્યા હતા.

    આ દરમિયાનમાં રાજુએ મહિલાને 2 લાફ મારી દીધા તથા હાથ પકડીને અંધારામાં લઈ જઈ શારીરિક અડપલાં કરીને બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો જેથી બુમો પાડતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.ત્રણેય લોકો ત્યાંથી નીકળતા હતા ત્યારે જતા જતા પણ પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી જેથી મહિલાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال