Wednesday, April 19, 2023

અમરેલી શહેરમાં રીક્ષામાં પેસેન્જરની નજર ચુકવી સોનાના ચેઇનની ચોરી કરનાર 3 ઈસમોને એલસીબીએ દબોચી લીધા | LCB nabs 3 men who stole gold chain from passenger in rickshaw in Amreli city | Times Of Ahmedabad

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમરેલી શહેરમાં CNG રીક્ષામાં પેસેન્જરની ચુકવી સોનાના ચેઇનની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જે મામલે ચોરી કરનાર 3 ઇસમોને એલસીબીએ દબોચી લીધા હતા. તેઓ પાસેથી પોલીસે સોનાનો ચેઇન સહિત કુલ કિં.રૂ. 3,20,000/- ના મુદ્દામાલ જપ્ત કરી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

અમરેલી જિલ્લામાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ગત તા.13ના નિરંજનાબેન હીરેનભાઇ આશર પોતાના દિકરા વંશ સાથે અમરેલી શહેરમાં કામનાથ મંદિર ખાતે દર્શને આવતા હોય અને બગસરા જવા માટે અમરેલી જેસીંગપરા શિવાજી ચોકમાં વાહનની રાહ જોઇ ઉભા હતા. તે દરમિયાન એક રીક્ષા આવતા નિરંજનાબેન તેમના દિકરા સાથે આ રીક્ષામા બેસી ગયા હતા. આ રીક્ષામાં ડ્રાઇવરની બાજુમાં એક પુરૂષ તથા પાછળ એક પુરૂષ અને સ્ત્રી બેઠા હતા. રીક્ષા થોડે આગળ ચાલતા રીક્ષા ડ્રાઇવરની બાજુમાં બેસેલા પુરૂષને રીક્ષા ડ્રાઇવરને રીક્ષા ચલાવવાનું ફાવતુ ન હોવાનું કહી પાછળ બેસાડેલ તે ભાઇના હાથમાં થેલો હતો જે નિરંજનાબેને બેસવામાં નડતો હોવાથી થેલો નીચે મુકવાનું કહેતા આ પુરૂષે થેલામાં માતાજીનો ફોટો હોય થેલો નીચે ન મુકાય તેમ કહ્યું હતું.

આ દરમિયાન રીક્ષા ડ્રાઇવરે નિરંજનાબેનને આ સ્પેશ્યલ ભાડુ છે તેમ કહી નીચે ઉતારી આ પેસેન્જરને થોડે આગળ ઉતારીને હું તમને લઇ જવ છું તેમ કહી રીક્ષા લઇ જતા રહ્યા હતા. નિરંજનાબેને જોતા તેમના ગળામાં પહેરેલ સોનાના ચેઇન પેંડલ કિ.રૂ.45,000/- નો જોવા મળ્યો નહતો. જેથી રીક્ષામાં બેસેલ થેલા વાળા પુરુષે નિરંજનાબેનની નજર ચુકવી થેલાની આડમાં સોનાના ચેઇન પેંડલની ચોરી કરી લઇ ગયા અંગે નિરંજનાબેનએ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સમગ્ર ચોરીની ફરિયાદ બાદ પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરતા ચોક્કસ બાતમીના આધારે અમરેલી કુંકાવાવ જકાતનાકા પાસેથી સી.એન.જી. રીક્ષામાં શંકાસ્પદ ત્રણ ઇસમોને પકડી પાડેલ અને તેની પાસેથી ચોરીમાં ગયેલ સોનાનો ચેઇન મળી આવતા પકડાયેલ ઇસમોની વધુ પુછપરછ હાથ ધરી હતી. જેથી ચોરી કરી ગુનાની કબુલાત આપતા તેની પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી કરવા માટે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમા સોંપવામાં આવેલ છે.​​​​​​​

પકડાયેલ આરોપી

(1) ગોપાલ ઉર્ફે ગોવિંદ ભાણાભાઇ સોલંકી, ઉ.વ.22 રહે.રાજકોટ, ગ્રીનલેન્ડ ચોકડી, નવાગામ, મામાવાડ પાસે, તા.જિ.રાજકોટ (2) રવિ બટુકભાઇ સોલંકી, ઉ.વ.25, રહે.રાજકોટ, કુબલીયાપરા, શેરી નં.૫, મેલડી માના થાક પાસે, તા.જિ.રાજકોટ. (3) વિપુલ વલ્લભભાઇ કાવેટીયા, ઉં.વ.20, રહે.રાજકોટ, રણુજા મંદિર, લાપાશ્રી રોડ પાસે, તા.જિ. રાજકોટ.

આરોપીઓ પાસેથી પોલીસે કબજે કરેલો મુદ્દામાલ

(1) સોનાનો પેડલ સાથેનો ચેઇન વજન 10,940 ગ્રામ, કિ.રૂ.45,000/- (2) એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – 3, કિં.રૂ.25,000/- (3) CNG રીક્ષા નંબર પ્લેટ વગરની કિ.રૂ.2,50,000/- મળી કુલ કિ.રૂ.3,20,000/- નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

પકડાયેલ આરોપી ગોપાલ ઉર્ફે ગોવિંદ ભાણાભાઇનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગોપાલ ઉર્ફે ગોવિંદ ભાણાભાઇ વિરૂધ્ધમાં ખુન ચેઇન સ્નેચીંગ ચોરી સહિતના ગુનોઓ નોંધાયેલા છે. રાજકોટ શહેર રાજકોટ ગ્રામ્ય જૂનાગઢ સહિત અલગ અલગ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ અગાવ ગુનાઓ નોંધાયેલા છે જ્યારે અન્ય પકડાયેલ આરોપી રવિ બટુકભાઇ સોલંકી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી રવિ ટુકભાઇ સોલંકી વિરૂધધમાં રાજકોટ શહેરમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: