મોરબીએક કલાક પહેલા
- કૉપી લિંક

માળિયા હાઈવે પર ટ્રક રીપેરીંગ વહેલું કરી આપવા બાબતે માથાકૂટ કરીને અજાણ્યા ઈસમો સહિતના સાત શખ્સોએ ગેરકાયદેસર હથિયાર કાઢી બે ઇસમોએ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી નાસી ગયા હતા. જે બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
બનાવની મળતી વિગત મુજબ, માળિયા ત્રણ રસ્તા પાસે રહેતા સફીરભાઈ મોવરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, માળિયા હાઈવે પર હોનેસ્ટ હોટેલ સામે પોતની નવજીવન નામની હોટેલ બંધ હોવાથી ત્યાં બેસવા ગયો હતો. ત્યારે હોટેલ ગ્રાઉન્ડમાં શ્યામ કમાન રીપેરીંગ ગેરેજ આવેલ છે અને સફીર મોવર હોટેલના ગ્રાઉન્ડમાં બેઠો હતો. ત્યારે એક ટ્રકનો ડ્રાઈવર પોતાની ટ્રક લઈને રીપેરીંગ માટે આવ્યો. જેને ટ્રક પહેલા રીપેરીંગ કરી આપવાનું કહીંને માથાકૂટ કરી હતી.
જેના માટે જુસબ ગુલમામદ મોવરનો ફોન આવ્યો હતો જેમાં આ ટ્રક અમારો છે અને તે જલ્દી રીપેરીંગ કરી આપો કહેતા ટ્રક રીપેરીંગ વાળા બીજી ટ્રકનું કામ કરે છે તે પૂરું થઇ જાય પછી ટ્રક રીપેરીંગ કરી આપશે તેવું કહ્યું. જેથી સામે વાળાએ વાંધો નહીં અમે અમારી ટ્રક લેવા આવીએ છીએ કહીને ફોન કાપી નાખ્યો હતો અને બાદમાં સફીર જમવા જતો રહ્યો હતો. અને રાત્રીના અગિયાર વાગ્યે ગેરેજવાળા ફોન આવ્યો હતો અને ગાડી વાળા પોતાની ગાડી લેવા આવેલ છે કહે છે કે ગાડી રીપેરીંગ કરી આપ એવી ધમકી આપતા હોવાનું જણાવ્યું હતું.
જેથી સફીર મોવર ઘરેથી નીકળી હોટેલ જતા ત્યાં જુસબ ગુલમામદ મોવર, હૈદર સુમાર મોવર, તેનો નાનો ભાઈ ઓસમાણ સુમાર મોવર તેમજ બીજા ચાર અજાણ્યા શખ્સો 3 કારમાં આવ્યા હતા અને હોટેલ ગ્રાઉન્ડમાં પહોંચ્યા. ત્યારે જાનથી મારી નાખવાના ઈરાદે તમામ ઇસમો સફીરની ગાડી તરફ દોડેલા અને જુસાબે બે રાઉન્ડ તેમજ હૈદરે એક રાઉન્ડ ફાયરીંગ કરી ત્યાંથી ગાડી વાળી લીધી હતી પરંતુ ફરિયાદીને ગોળી વાગી ના હતી અને આરોપીઓ નાસી ગયા હતા. જેથી પોલીસે આરોપી જુસબ, ઓસમાણ અને હૈદર સહિતના સાત ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.