No results found

    બલોલ પાસે કાર ચાલકે બાઈક સવાર યુવકોને અડફેટે લીધા, 3ને ગંભીર ઇજા | Near Balol, the car driver hit the bikers, seriously injured 3 | Times Of Ahmedabad

    મહેસાણા42 મિનિટ પહેલા

    • કૉપી લિંક

    મહેસાણા નજીક આવેલા બલોલ રોડ પર નોકરી જવા નીકળેલા ત્રણ મિત્રોને અકસ્માત નડ્યો હતો. ગાડી ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં બાઈક પર સવાર ત્રણ યુવકને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. હાલમાં સાંથલ પોલીસમાં ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.

    સાંથલ ખાતે રહેતા વિષ્ણુજી ઠાકોર પોતાના GJ2BC5230 નમ્બરના બાઈક પર મિત્ર રોહિત ઠાકોર અને મોહિત ઝાલા સાથે નોકરી જતા હતા. એ દરમિયાન બલોલ રોડ પર આવેલા CNG પમ્પ પાસે GJ2AM6166ના ગાડી ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

    આ અકસ્માતમા બાઈક પર સવાર ત્રણ યુવકો રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થઈ હતી. બાદમાં 108ને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી.ઇજાગ્રસ્ત યુવકોને મહેસાણા લાયસન્સ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માત સર્જનાર ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. જ્યાં સાંથલ પોલીસમાં ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાઇ હતી.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال