Monday, April 10, 2023

મિત્રો સાથે જમવા ગયેલા યુવકને રસ્તામાં બાઈક પર જ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો, હોસ્પિટલ લઇ જવાતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું | A young man who had gone to eat with his friends suddenly developed chest pain on his bike on the way, died while being taken to the hospital. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Young Man Who Had Gone To Eat With His Friends Suddenly Developed Chest Pain On His Bike On The Way, Died While Being Taken To The Hospital.

સુરત2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરતમાં વધુ એક યુવકનું બાઈક પર રસ્તામાં અચાનક છાતીમાં દુખવા બાદ મોત નિપજ્યું - Divya Bhaskar

સુરતમાં વધુ એક યુવકનું બાઈક પર રસ્તામાં અચાનક છાતીમાં દુખવા બાદ મોત નિપજ્યું

હાલમાં યુવાનોને હાર્ટ એટેકથી મોત થતા હોવાના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં આવી જ રીતે એક યુવકનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. ૨૭ વર્ષીય યુવક પોતાના મિત્રો સાથે જમવા ગયો હતો અને જમીને પરત ફરતી વેળાએ તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો જે બાદ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાતા તેનું મોત થયું હતું.

યુવકનું હાર્ટ એટેકથી અચાનક મોત

રાજ્યમાં નવ યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે.નવ યુવાનોના ક્રિકેટ રમતી વેળાએ, જીમ કરતી વેળાએ કે પછી કોઈ ને કોઈ રીતે અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.ત્યારે આવો જ એક વધુ બનાવ સુરતમાંથી સામે આવ્યો છે. મૂળ મહારાષ્ટ્રનો વતની અને હાલમાં ભેસ્તાનના સુંદર નગર પાસે રહેતો 27 વર્ષીય સાહિલ ઉર્ફે શની કાલેને અચાનક જ બાઈક ઉપર છાતીમાં ઉગ્ર દુખાવો ઉપડ્યો હતો અને મિત્રો તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

મિત્રો સાથે જમીન પરત આવતા રસ્તામાં છાતીમાં ઉપડ્યો દુખાવો

ગતરોજ સાહિલ ઉર્ફે સની કાલે પોતાના મિત્રો સાથે હોટલમાં જમવા ગયો હતો. જ્યાં તેના મિત્રો સાથે જમીને તે બાઈક પર પરત ફરી રહ્યો હતો. આ દરમ્યાન શનિને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. છાતીમાં દુઃખાવા અંગેની જાણ તેણે તેના મિત્રોને કરી હતી. જેથી તેના મિત્રો તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા.જ્યાં હોસ્પિટલમાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તેને છાતીમાં અસહ્ય દુખાવા સાથે હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.

પરિવાર શોકમાં ગરકાવ

હસતો રમતો અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો યુવક સની કાલે અચાનક જ મોતને ભેટતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ મરનાર યુવક ફોટોગ્રાફીનો કામ કરી રહ્યો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.ત્યારે યુવકના મોતને લઈને પરિવાર પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ડોક્ટરોએ બહુ પ્રયાસ કર્યો બચાવવાનો

મરનાર યુવકના પિતરાઈ ભાઈ ઋષિકેશ કાલે જણાવ્યું હતું કે અમે ઉધના દરવાજા હોટલમાં જમીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન પાંડેસરા ના દક્ષેશ્વર પાસે અચાનક જ સની કાલે ને બાઈક પર છાતીમાં દુખવા લાગ્યું હતું. તેણે અમને આ વાત જણાવતા અમે તાત્કાલિક તેને લઈ સીધા સિવિલ હોસ્પિટલ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં તેની તાત્કાલિક સારવાર પણ શરૂ કરાઈ હતી. દવાઓ આપવામાં આવી હતી જેને થોડું સારું લાગ્યા બાદ ફરી તેને જોરથી છાતીમાં દુખવા લાગ્યું હતું. અમે મિત્ર સર્કલ સંબંધી અને પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ જરૂરી રિપોર્ટ અન્ય હોસ્પિટલની લેબોરેટરી માંથી પણ કઢાવી અને લઈ આવ્યા હતા. આ દરમિયાન સિવિલમાં ડોક્ટરો દ્વારા શનિને છાતીમાં પંપીંગ કરી સારવાર કરી રહ્યા હતા. પછી થોડા સમય બાદ ડોક્ટર હોય સની નથી રહ્યો તેમ કહી દીધું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શનિને કોલેસ્ટ્રોલ સિવાય બીજી કોઈ જ બીમારી ન હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: