Tuesday, April 4, 2023

ભરૂચમાં દૂધ ભરેલા ટેન્કરને ટ્રકે પાછળથી ટક્કર મારતા હાઇવે પર દૂધની નદીઓ વહી, 3 લોકોને ઇજા | Rivers of milk flow on highway as truck rear-ends milk tanker in Bharuch, 3 injured | Times Of Ahmedabad

ભરૂચ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભરૂચમાં દૂધ ભરેલા ટેન્કરને ટ્રકે ટક્કર મારતા અકસ્માત થયો હતો. જે બાદ નેશનલ હાઇવે પર દૂધની નદીઓ વહેવા લાગી હતી. આ અકસ્માતમાં 3 લોકોને ઇજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં હાઇવે ઉપર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે એવી જ એક ઘટના ગઇકાલ રાત્રે બની છે. જેમાં ભરૂચથી ટેન્કર દૂધ ભરીને ગાંધીનગર જઈ રહ્યું હતું. જે દરમિયાન નબીપુર ખાતે ઝનોર ચોકડી ઓવર બ્રિજ ઉતરતા ઉભેલા ટેન્કરમાં ટ્રક ધડાકા ભેર અથડાતા ટેન્કરના ક્લીનર અને મિકેનિક સહિત ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. ટ્રક ટેન્કરના પાછળના ભાગે અથડાતા ટેન્કરના પાછળના વાલ્વ સહિત લાઈનમાં નુકસાન થતા રોડ પર દૂધની નદી વહેવા લાગી હતી. જેને પગલે રોડ પર ટ્રાફિકની સમસ્યા ઉદભવી હતી.

આ અકસ્માત અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા તેઓએ ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને બંને વાહનોને સાઈડ પર કરી ટ્રાફિકને હળવો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.