મહેસાણા21 મિનિટ પહેલા
- કૉપી લિંક
મહેસાણા જિલ્લામાં આવેલા સાંથલ પોલીસ મથકના પોલીસ કર્મીઓએ પ્રોહીબિશનનાના 3 ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી લીધો હતો.જ્યાં આરોપી માકણજ પાસે આવેલા રાજીવ નગર ઉભો હતો જે અંગે પોલીસને જાણ થતા પોલીસે આરોપી ને ઝડપી વધુ તપાસ આદરી હતી.
સાંથલ પોલીસ મથકમાં પ્રોહીબિશનનાના 3 કેસમાં ફરાર આરોપી ઝાલા જયેન્દ્રસિંહ ઉર્ફ બકુલ સિંહ અંગે આ.પો.કો મનુજી ને બાતમી મળી હતી કે આરોપી હાલ માકણજ રોડ પર રાજીવ નગર ના નાકે ઉભો છે. બાતમી મળતા પોલીસે સ્થળ પર જઇ આરોપીને ઝડપી લીધો હતો.બાદમાં વધુ તપાસ આદરી હતી.
અન્ય સમાચારો પણ છે…