Tuesday, April 25, 2023

રાજકોટમાં માતાને ભગાડી જનાર યુવકને પુત્ર અને તેના કાકાએ મોતને ઘાટ ઉતાર્યો, 3 આરોપીની ધરપકડ | Son and uncle kill youth who chased mother away in Rajkot, 3 accused arrested | Times Of Ahmedabad

રાજકોટ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
CCTV ફૂટેજ સામે આવ્યા - Divya Bhaskar

CCTV ફૂટેજ સામે આવ્યા

રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગંજીવાડા પાસે મહાકાળી ચોકમાં ગઇકાલે યુવકની હત્યા થયાની ઘટના સામે આવી હતી. આ બનાવમાં માતાને ભગાડી જનાર યુવકને પુત્ર અને તેના કાકાએ સરાજાહેર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. હત્યાની આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. હાલ બનાવને પગલે પોલીસ દ્વારા ત્રણ આરોપીને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

થોરાળામાં આવવાનું ટાળતો હતો
થોરાળા વિસ્તારમાં હત્યાનો ભોગ બનનાર સલીમ જુસબ વણથરા (ઉ.વ.38) ટ્રક ડ્રાઈવિંગ કરતો હતો. 2017ની સાલમાં તે ગંજીવાડા વિસ્તારમાં રહેતા આરોપી અવેશની માતાને ભગાડી ગયો હતો. ત્યારથી અવેશને તેની ઉપર ખાર હતો. જો કે આ બાબતની જાણ હોવાથી સલીમ થોરાળા વિસ્તારમાં આવવાનું ટાળતો હતો. હાલ તે કાલાવડ અને જામનગર તરફ રહેતો હોવાની માહિતી થોરાડા પોલીસને મળી હતી.

મૃતક સલીમ ઓડિયા

મૃતક સલીમ ઓડિયા

ઢીકાપાટુનો બેફામ મારમાર્યો
સલીમ ગઈકાલે થોરાળા વિસ્તારમાં રહેતા મિત્ર મહાવિર સાથે તેના ઘરે આવ્યો હતો. કારણ કે મહાવીરને શર્ટ બદલવાનો હતો. તે શર્ટ બદલી રહ્યો હતો ત્યારે સલીમ તેનું બાઇક લઈ મહાકાળી મંદિર પાસેથી નિકળ્યો હતો બરાબર તે વખતે મહાકાળી ચોકમાં આવેલા રામજી મંદિરની બિલકુલ નજીક તેને અવેશના કાકા આબીદ ગનીભાઈ ઓડીયા અને તેના પુત્ર અનિશે આંતરી લીધા બાદ તેને ઢીકાપાટુનો બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું.

મહાકાળી ચોકમાં યુવકની હત્યા

મહાકાળી ચોકમાં યુવકની હત્યા

સલીમ ઉપર છરી વડે તુટી પડયા
આ સમયે અવેશને સલીમ આવ્યો હોવાની જાણ થતાં જ આરોપી અવેશ અયુબ ઓડીયા અને તેના મિત્ર અરબાઝ રફીક રાઉમા બાઇક ઉપર ધસી આવ્યા બાદ બંને સલીમ ઉપર છરી વડે તુટી પડયા હતા. છરીના લગભગ 12 જેટલા ઘા ઝીંકી સરાજાહેર હત્યા નિપજાવી ભાગી ગયા હતા. આ સમગ્ર બનાવની જાણ થતા થોરાળાના પીઆઈ જેઠવા,પીએસઆઈ જી.એસ.ગઢવી અને અજિતભાઈ ડાભી સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. થોરાડા પોલીસે આરોપી આબિદ, અવેશ અને અરબાઝને ઝડપી લીધા હતા. જયારે અનિશ ભાગી જતા તેની શોધખોળ શરૂ કરી છે.

સરાજાહેર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

સરાજાહેર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

સાત કારતુસ મધ્યપ્રદેશથી લાવ્યો છું
રાજકોટમાં ગત વિધાનસભાની ચૂંટણી સમયે પોલીસ હિસ્ટ્રીશીટર પર દેખરેખ રાખી રહી હતી ત્યારે બાતમીને આધારે અવેશ અયુબ ઓડિયાના મકાનમાં સર્ચ કરતા જ તેના ઘરમાંથી બે પિસ્તોલ અને સાત કારતુસ મળી આવ્યા હતા. આ બનાવમાં અવેશની ધરપકડ કરી તેમને પૂછપરછ માટે પોલીસ મથકે લઈ જવાયો હતો ત્યારે અવેશે કહ્યું હતું કે, મારા માતા સાથે સબંધ ધરાવતા કાલાવડના સલીમને મારી નાખવા માટે જ આ બંને પિસ્તોલ અને સાત કારતુસ મધ્યપ્રદેશથી લાવ્યો છું.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

અરબાઝ બાઇક ચલાવતો હતો
ગઇકાલે બપોરે અશરે સાડા ચારેક વાગ્યે પોતે ગંજીવાડા મેઇન રોડ પર આવેલી જે.ડી.હોટલ પાસે ઉભા હતા.ત્યારે ત્યાં અરબાઝ રફીકભાઇ બાઇક લઇને આવ્યા હતા ત્યારે આવેશ ઉર્ફે અવલાના હાથમાં તલવાર હતી અને અરબાઝ બાઇક ચલાવતો હતો. ત્યારે આ બંને પોતાને જે.ડી.હોટલ પાસે જોઇ જતા પાછા વળી ગયા હતા અને થોડીવાર બાદ ત્યાં પોતાની પાસે અવેશ ઉર્ફે અવલાના કાકા આબીદ ગનીભાઇ ઓડીયા ચાલીને આવ્યા અને પોતાને કહ્યું કે ‘આજે અમે તારા ભાઇ સલીમને મારી નાખવાના છીએ અને તુ અહીંથી જતો રહે નહીતર અમે તને પણ મારી નાખીશું.’ ધમકી આપતા ત્યારે પોતે ત્યાંથી નીકળી ગયા હતા.

સરાજાહેર રહેંસી નાખ્યો
​​​​​​​હત્યાનો ભોગ બનનાર કાલાવડ રહેતાનો સલીમ રીક્ષા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને પોલીસની તપાસ દરમિયાન સલીમ પાંચેક વર્ષ પહેલા અવેશની માતાને ભગાડી લઈ ગયો હતો.તે વાતનો ખાર રાખી ગઈકાલે મિત્રને ત્યાં આવેલા સલીમને બેરહમીથી અવેશ અને તેમના કાકાએ સરાજાહેર રહેંસી નાખ્યો હતો.

Related Posts: