Tuesday, April 25, 2023

સાયન્સ સિટી રોડ પર છરી બતાવી મહિલાને લૂંટી લીધી, બાઈક પર આવેલા 3 શખસોનું કૃત્ય | Woman robbed at knifepoint on Science City Road by 3 bike-borne men | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર એવા સાયન્સ સિટી તરફથી મહિલા એક્ટિવા લઈને જઇ રહી હતી, ત્યારે એક્ટિવા બંધ થતાં મહિલાએ મદદ માટે મિત્રને બોલાવ્યો હતો. મહિલા અને તેનો મિત્ર એક્ટિવા ચાલુ કરી રહ્યા હતા, ત્યારે ત્રણ અજાણ્યા શખસ બાઇક પર આવ્યા હતા, જેમણે છરી બતાવી મહિલા પાસેથી લૂંટ કરી હતી. મહિલાએ ડરના કારણે ફોનના કવરમાં રહેલા 600 રૂપિયા આપી દીધા હતા. માહિલાએ આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સાયન્સ સિટીમાં પોલીસની ગેરહાજરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે. સાયન્સ સિટી જેવા પોશ વિસ્તારમાં પોલીસની ગેરહાજરી વર્તાઈ રહી છે. આ વિસ્તારમાં રહેતી મહિલા વસ્તુની ખરીદી કરવા નીકળી હતી અને ભાડજ સર્કલ પાસે તેનું એક્ટિવા ખરાબ થઈ ગયું હતું. જેથી તેણે મદદ માટે તેના મિત્રને બોલાવ્યો હતો. તે અને તેનો મિત્ર એક્ટિવા ચાલુ થાય તેવા પ્રયત્નો કરતાં હતાં. ત્યાં જ ત્રણ શખ્શો આવ્યા અને તેમને છરો કાઢીને જે પણ કંઈ હોય તે આપી દેવા કહ્યું હતું.

તારી પાસે જે પણ કંઈ હોય તે આપી દે કહીને છરો બતાવ્યો
મહિલાએ કહ્યું હતું કે, તમે કોણ છો ત્યારે ત્રણમાંથી એક શખ્સે કહ્યું હતું કે, બીજી બધી વાત જવા દે, તારી પાસે જે પણ કંઈ હોય તે આપી દે. તેમ કહીને છરો બતાવીને તેમણે મોબાઈલના કવરમાં રાખેલા 600 રૂપિયા લઈ લીધા હતાં. આ મહિલા અને તેના મિત્રએ બુમાબુમ કરતાં આસપાસના લોકો દોડી આવતાં ત્રણેય શખ્શો ફરાર થઈ ગયાં હતાં. ત્યાર બાદ મહિલા બોપલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા ગઈ પણ તેને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં જવા કહેવામાં આવ્યું તો મહિલાએ બોડક દેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: