વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેમાં કામ કરતા કામદારો 3 મહિનાથી પગારથી વંચીત, સેલવાસની ઓફિસમાં મજૂરોએ હલ્લાબોલ કરી તોડફોડ કરી | Workers working on Vadodara-Mumbai express highway without salary for 3 months, workers ransacked and vandalized the office of Selwas | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Workers Working On Vadodara Mumbai Express Highway Without Salary For 3 Months, Workers Ransacked And Vandalized The Office Of Selwas

વલસાડ10 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ મનાતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ પ્રોજેકટ ફરી વિવાદમાં આવ્યો છે. એક્સપ્રેસ હાઇવેમાં કામ કરતા કામદારોને છેલ્લા 3 માસ ઉપરથી પગાર ન મળતા આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રોજેકટ હેઠળ કામ કરતા કોન્ટ્રાક્ટરે 3 મહિનાનો પગાર નહીં ચૂકવતા કામદારોએ હડતાળ પાડી સેલવાસની કચેરી બહાર હંગામો મચાવ્યો હતો. તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય જવાબ ન મળતા કામદારોએ કોન્ટ્રાક્ટરની કચેરીમાં તોડફોડ મચાવી હતી.

કામદારોએ હડતાળ પાડી

બુલેટ ટ્રેન પ્રોજેકટ સાથે દિલ્હી-મુંબઈ કોરિડોર ઉપર એક્સપ્રેસ હાઇવેનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેકટ હેઠળ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેનો કોન્ટ્રાકટ પૂનાની રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડને આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાકટ કંપની દ્વારા જાન્યુઆરીથી માર્ચ સુધીના 3 મહિનાનો પગાર કામદારોને નહીં ચૂકવતા કામદારોએ હડતાળ પાડી છે. સેલવાસના ખાતે આવેલી પૂનાની રોડવેઝ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ કંપનીની કચેરી જઈને કામદારોએ 3 માસનો બાકી પગાર ચૂકવવા માંગ કરી હતી. જોકે, કોન્ટ્રાક્ટરે કોઈ સંતોષ કારક જવાબ ન આપતા કામદારોએ કંપનીની ઓફિસમાં તોડફોડ કરી જલ્દી બાકી પગાર ચૂકવવા માંગ કરી હતી.

કામદારોને ઘર ચલાવવાના ફાફા

મોટી સંખ્યામાં UP, MP પંજાબ સહિતના રાજ્યોમાંથી કામ કરવા કામદારો આવ્યા છે. છેલ્લા 3 માસથી પગાર ન મળતા કામદારોને ઘર ચલાવવાના ફાફા મારવા પડી રહ્યા છે. એક્સપ્રેસ હાઇવેના પ્રોજેકટમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી કામદારો આવીને ડમ્પર, કોન્ક્રીટ મિક્સરમાં ડ્રાઇવર તરીકે તેમજ કેટલાક ઓપરેટર તરીકે નોકરી કરે છે. કંપનીએ પગારના પૈસા નહીં આપતા તેઓને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. પરિવારના બીમાર સભ્યોની સારવાર નથી કરાવી શકતા, બાળકોના એડમિશન માટે તેમજ અભ્યાસ માટે ફી ભરી નથી શક્યાં, બાળકોનો અભ્યાસ અટક્યો છે.

પગાર ન મળતા કામગીરી અટકાવી

​​​​​​​વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેના કામ કરતા કામદારોને છેલ્લા 3 માસથી પગાર ન મળતા કામગીરી અટકાવી હતી. કામદારો અચાનક સેલવાસ ખાતે આવેલી કંપનીની ઓફીસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ઉચ્ચ અધિકારીઓ પાસે તાત્કાલિક પગાર ચૂકવવા માંગ કરી હતી. પગાર નહીં તો કામ નહીની જીદ સાથે કામદારોએ કંપનીની ઓફિસમાં તોડફોડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم