પોરબંદર2 કલાક પહેલા
- કૉપી લિંક

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-પોરબંદર વચ્ચે રાજકોટ-પોરબંદર વિશેષ ટ્રેન (09595) અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય) ચલાવવામાં આવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા 08 મી મે 2023 થી આ ટ્રેનનો સમય બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન રાજકોટથી 30 મિનિટ વહેલી એટલે કે તેના હાલના 15.15 કલાકના સમયને બદલે 14.45 કલાકે ઉપડશે અને પોરબંદર સ્ટેશને 19.10 કલાકે પહોંચશે.
નોંધનીય છે કે ટ્રેન નંબર 09596 પોરબંદર-રાજકોટ સ્પેશિયલ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે, કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.