40 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદના આસિસ્ટન્ટ ઇન્કમટેક્સ કમિશનર 30 લાખ રૂપિયાની લાંચ લેતા CBIના કેસમાં આજે ધરપકડ કરવામાં આવી હતી. CBI આ પ્રકરણમાં પુરાવા તરીકે બે મોબાઈલ ફોનને શોધી રહી હતી, જે ફોન સાબરમતી નદીમાં નાખી દેવામાં આવ્યો હતો. બે દિવસથી સાબરમતી નદીમાં ગોતાખોરો દ્વારા મોબાઈલ સર્ચ કરવામાં આવી રહ્યો હતો, જે બે મોબાઈલ CBI એ રિકવર કર્યા છે અને આજે આસિસ્ટન્ટ ઇન્કમટેક્સ કમિશ્નરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અધિકારીને ભાગી જવામાં આસિસ્ટન્ટ કમિશ્નરે મદદ કરી
ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોએ 4/10/2022ના રોજ કરવામાં આવેલી રેડ પ્રકરણમાં એક અધિકારીને ભાગી જવામાં આસિસ્ટન્ટ કમિશ્નરે મદદ કરી હતી, જેના પુરાવા તરીકે બે મોબાઈલ ફોન આસિસ્ટન્ટ કમિશ્નરને આપ્યા હતા. જે મોબાઈલ ફોન સાબરમતી નદીમાં નાખી દેવામાં આવ્યા હતા, જે વિકાસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.
CBIએ સાબરમતી નદીમાંથી બે ફોન રિકવર કર્યા
હાઈ પ્રોફાઈલ કેસની અંદર CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે બે અન્ય એજન્સીઓની મદદથી CBIએ સાબરમતી નદીમાંથી બે ફોન રિકવર કર્યા છે. આ સમગ્ર મામલે હાલ CBIએ ઇન્કમટેક્સના આસિસ્ટન્ટ કમિશનર વિવેક જહોરીની ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી છે.
મોબાઈલનો ડેટા રિકવર કરવા FSLની મદદ લેવાશે
અમદાવાદમાં આસિસ્ટન્ટ કમિશ્નરની ધરપકડ સંદર્ભ CBI સત્તાવાર રીતે જાહેરાત કરી છે અને આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, તેમણે બે ફોન પણ રિકવર કર્યા છે. આ સમગ્ર મામલે હવે આગામી દિવસોમાં અન્ય લોકોની સંડવણી હશે તો પણ બહાર આવી શકે છે તેમજ મોબાઇલની અંદર જે ડેટા છે, તે રિકવર કરવા માટે FSLની મદદ લેવામાં આવશે અને ત્યારબાદ જ આ સમગ્ર રેકેટમાં શું બહાર આવે છે? તે સ્પષ્ટ થશે.