السبت، 29 أبريل 2023

પાટણ નગરપાલિકા દ્વારા એડવાન્સ વેરા સ્વીકારવાની મુદ્દત તારીખ 30 જૂન સુધી લંબાવાઈ | The deadline for accepting advance tax by Patan Municipality has been extended till June 30 | Times Of Ahmedabad

પાટણ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ નગરપાલિકા દ્વારા વર્ષ 2023-24 ના એડવાન્સ વેરા ભરવાની મુદત આગામી તારીખ 30 જૂન સુધી લંબાવવામાં આવી હોવાનું પાટણ નગરપાલિકાની વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલ જણાવ્યું હતું. નવા વર્ષના એડવાન્સ વેરા પેટે એક માસમાં પાલિકાની વેરા શાખાને અંદાજિત 5.50 કરોડની આવક થઈ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરના મિલકત ધારકો માટે એડવાન્સ વેરા વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ એડવાન્સ વેરા ની રકમ ભરપાઈ કરવા માટે મિલકત ધારકોને 30 જુન સુધી નો સમય આપવામાં આવ્યો છે ત્યારે આ એડવાન્સ વેરો ભરપાઈ કરનાર મિલકત ધારકોને પાણી વેરો તથા ડ્રેનેજ વેરા ઉપર લાગતી નોટિસ ફી પણ માફ કરવાનો સામાન્ય સભામાં કરાયેલ નિર્ણય મુજબ તા.30 જુન સુધી આપવામાં આવશે. તેવું વેરા શાખા અધિકારીએ જણાવ્યું હતું. એપ્રિલ માસમાં એડવાન્સ વેરા પેટે પાટણ નગરપાલિકાને અંદાજિત રૂપિયા 5.50 કરોડની આવક થઈ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.