30 હજારના પગારદાર પર આખી કંપની ઊભી કરી દીધી, તેના નામે લીધેલી મર્સિડીઝ કાર આરોપી તુષાર ફેરવતો | The entire company was built on a salary of 30 thousand, the Mercedes car taken in his name was used by the accused Tushar. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Entire Company Was Built On A Salary Of 30 Thousand, The Mercedes Car Taken In His Name Was Used By The Accused Tushar.

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક
કરોડોમાં ઉઠમણું કરનારી આઇબીવી ફાઇનાન્સના વધુ એક આરોપીની ધરપકડ. - Divya Bhaskar

કરોડોમાં ઉઠમણું કરનારી આઇબીવી ફાઇનાન્સના વધુ એક આરોપીની ધરપકડ.

સુરતમાં ગોલ્ડ પર લોનની લોભામણી સ્કીમ આપી કરોડોમાં ઉઠમણું કરનારી આઇબીવી ફાઇનાન્સના મુખ્ય સૂત્રધાર રાકેશ ભીમાણી અને તેના ભાઇ તુષાર ભીમાણી વતી પડદા ઉપર કંપનીનો વહીવટ કરતા પ્રકાશ કરડેની પોલીસે ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પ્રકાશ કરડેને મહિને 30 હજારનો પગાર આપવામાં આવતો હતો. જ્યારે પ્રકાશ કરડેના નામે લીધેલી મર્સિડીઝ કાર આરોપી તુષાર ફેરવતો હતો.

પિતા અને બે ભાઈઓએ 10 કરોડમાં ઉઠામણું કર્યું
વરાછામાં પોદ્દાર આર્કેડ ખાતે ચોથા માળ કંપનીની હેડ ઓફિસ તથા યોગીચોક અને સરથાણા જકાતનાકા બ્રાન્ચ ખોલી ગોલ્ડલોન, હોમલોન, મોર્ગેજ લોન, પ્રોજેક્ટ લોનના નામે આશરે 9 કરોડ લઇ આઇબીવી ફાઇનાન્સે ઉઠામણું કર્યું હતું. આ પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધાર રાકેશ ભીમાણીની ધરપકડ કરી હતી. ભૂતકાળમાં તમિલનાડુ કો.ઓ. બેન્કમાં પણ લોન કૌભાંડમાં ઝડપાઇ ચૂકેલા રાકેશ ભીમાણી બાદ તેમને પડદા ઉપર કંપનીના માલિક તરીકે દર્શાવવામાં આવેલા પ્રકાશ કરડેની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા.

પ્રકાશ કરડેના નામે લેવાયેલી મર્સિડીઝ તુષાર ફેરવતો
પોલીસની તપાસમાં પ્રકાશ કરડે માત્ર પ્યાદું હોવાનું બહાર આવ્યું હતું. તેના નામે ભીમાણી બંધુઓએ કંપની ઊભી કરી હતી. 2015થી તેને નોકરી ઉપર રાખવામાં આવ્યો હતો. તેને માત્ર મહિને 30 હજાર રૂપિયા પગાર આપવામાં આવતો હતો, તેની કંપનીમાંથી કુલ 372 એકાઉન્ટ બનાવી લોન આપવામાં આવી હતી. તુષાર ભીમાણી જે મર્સિડીઝ કાર ઉપયોગમાં લેતો હતો તે પણ પ્રકાશના નામે લેવાઇ હતી.

બંને ભાઈઓએ પ્રકાશનું પણ 11 તોલા સોનું ગિરો મૂકાવ્યું
પોતાને ત્યાં કામ કરતાં પ્રકાશને પણ ભીમાણી બંધુઓએ છોડ્યો ન હતો. પ્રકાશને મકાન લેવા માટે લોનની જરૂર હોય તેની પાસેથી પણ 11 તોલા સોનું ગિરો મૂકી લોન આપવામાં આવી હતી. જોકે પ્રકાશનું પણ સોનું આ બંધુઓએ ફેડરલ બેન્કમાં ગીરો મૂકી લોન લઇ લીધી હતી. ઉપરાંત તુષારે તેના મિત્રો વર્તુળો પાસેથી 90 લાખની કિંમતનું સોનું લઇ ગીરો મૂકી લોન મેળવી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post