Saturday, April 15, 2023

પાટણના મિલકત ધારકોએ એક જ દિવસમાં 30 લાખ ઉપરની રકમ વેરા પેટે જમા કરાવી | Property holders of Patan deposited over 30 lakhs as tax in a single day | Times Of Ahmedabad

API Publisher

પાટણ2 કલાક પહેલા

  • કૉપી લિંક

પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા પહેલી એપ્રિલથી એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે શનિવારના દિવસે પાટણના મિલકત ધારકોએ અંદાજિત 30 લાખ ઉપરની રકમ વેરા પેટે ભરપાઈ કરતા રજા સાથે કુલ 15 દિવસમાં પાટણ નગરપાલિકાની વેરા શાખાને રૂ. 2.14 કરોડની આવક એડવાન્સ વેરા પેટે પ્રાપ્ત થઈ હોવાનું વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલ અને સંજયભાઈ પટેલે જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકા દ્વારા એપ્રિલ માસથી શરૂ થયેલ એડવાન્સ વેરા વસુલાતની કામગીરી દરમિયાન વેરો ભરપાઈ કરવા આવનાર મિલકત ધારકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તે માટે વેરા શાખામાં સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો સાથે સાથે વેરા સ્વીકારવા માટેના 6 કાઉન્ટરો કાર્યરત બનાવવામાં આવ્યા હોય જેને લઈને વેરો ભરપાઈ કરવા આવનાર મિલકત ધારકોને પણ વેરા ભરપાઈ કરવા માટે સરળતા મળી રહેતી હોવાનું વેરા મિલકત ભરપાઈ કરવા આવતા ધારકોએ જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી એડવાન્સ વેરા વસુલાતની માહિતી આપતા વેરા શાખાના સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, જે પણ મિલકત ધારક પોતાનો એડવાન્સ વેરો ભરપાઈ કરશે તેને ડ્રેનેજ વેરામાં અને પાણી વેરામાં નોટિસ ફી માં માફી મળશે અને મિલકત વેરામાં 10% ડિબેટ આપવામાં આવતું હતું. તો ઓનલાઇન એડવાન્સ વેરો ભરનાર મિલકત ધારક ને 5% ટકા ડિબેટ વધુ મળતું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

About the Author

API Publisher / Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 comments:

Post a Comment