الثلاثاء، 4 أبريل 2023

પાટણના સેવા ભાવિ યુવાને અત્યારસુધીમાં 300 ઉપરાંત જરૂરિયાત મંદોને સરકારી યોજનામાં ઉપયોગી ડોક્યુમેન્ટો કઢાવી આપ્યા. | The service-minded youth of Patan has so far provided useful documents to more than 300 needy people in the government scheme. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Service minded Youth Of Patan Has So Far Provided Useful Documents To More Than 300 Needy People In The Government Scheme.

પાટણ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા જરૂરિયાત મંદોને તન મન અને ધનથી સેવાની મદદ કરવામાં આવતી હોય છે. ત્યારે પાટણ શહેરમાં આવી સેવાકીય સંસ્થાઓની સાથે સાથે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા પણ જરૂરિયાત મંદોને ઉપયોગી બની પોતાના સેવા કાર્યને અવિરત પણે આગળ ધપાવી રહ્યા છે.

પાટણ શહેરમાં રાજકારણની સાથે સાથે અનેકવિધ સેવાકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને માનવસેવામાં હંમેશા તત્પર બની કાર્યકર્તા સંજયભાઈ મોદી કે જેઓ દ્વારા અત્યાર સુધીમાં સરકારની વિવિધ યોજનાઓની જાણકારી જરૂરિયાત મંદો સુધી પહોંચાડી સરકારી સહાય મેળવવા ઈચ્છતા જરૂરિયાતમંદ પરિવારોના ખૂટતા ડોક્યુમેન્ટો અપાવવા તેઓની સાથે રહીને સમય દાન આપી માનવતાનું ઉત્તમ દાયત્ય અદા કરી રહ્યા છે.

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના જરૂરિયાત મંદો માટે માનવ સેવાની પ્રવૃત્તિ કરી રહેલા સંજયભાઈ મોદી પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીમાં બક્ષીપંચ મોરચામાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવવાની સાથે સાથે જરૂરિયાતમંદ પરિવારોને આધારકાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, ઈ-શ્રમ કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, વિધવા સહાય યોજના, માં અન્નપૂર્ણા યોજના જેવી અનેક સરકારી યોજનાઓ માં જરૂર પડતા ડોક્યુમેન્ટો જરૂરિયાતમંદ પરિવારને સાથે રાખી પોતાના સમય દાન થકી અપાવવા માટે મદદરૂપ બની રહ્યા છે. સંજયભાઈ મોદી દ્વારા અત્યાર સુધીમાં 300 ઉપરાંત જરૂરિયાત મંદોને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટો કઢાવી આપવામાં પોતાનો કિંમતી સમય ફાળવીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.