નડિયાદએક કલાક પહેલા
- કૉપી લિંક

ભારતની પ્રાચીન ઋષિ પરંપરાની સંબલ વાહક યુગપ્રધાન આચાર્ય મહાશ્રમણજીના નેતૃત્વમાં દેશ વિદેશમાં અહિંસા યાત્રાની જ્યોત જગાવી છે. અણુવ્રત પ્રવર્તક આચાર્ય તુલસી અને પ્રેક્ષા પ્રણેતા આચાર્ય મહાપ્રજ્ઞજીના ઉત્તરાધિકારી આચાર્ય મહાશ્રમણજી જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના 11માં ગાદીપતિ છે.

અહિંસા યાત્રા રાજસ્થાનના છાપરથી મુંબઈ જઈ રહી છે
આચાર્યના કુશળ નેતૃત્વમાં સદભાવના, નૈતિકતા અને નશામુક્તિ અહિંસા યાત્રા રાજસ્થાનના છાપરથી મુંબઈ જઈ રહી છે. જેમાં 150 સાધુ, સાધ્વીજી મહારાજ જોડાયા છે. તેમજ અનેક કાર્યકરો પણ જોડાયા છે. આ આચાર્ય મહાશ્રમણજી વિહાર કરતાં કરતાં મુંબઈ પહોંચી જ્યાં ચતુર્થમાસ કરશે. ગતરોજ રવિવારે આ અહિંસા યાત્રા ડભાણ ચોકડી ખાતે આવી પહોંચી. ત્યાં બપોર સુધી વિશ્રામ કર્યા બાદ આ યાત્રા ઢળતી સાંજે નડિયાદમાં આવી હતી.

આ બાદ નડિયાદ સંતરામ મંદિરમાં મુકામ કરાયા બાદ આજે સવારે આ યાત્રા મુંબઈ તરફના રસ્તે આગળ ધપી હતી. નડિયાદમા જ્યાં રાત્રી રોકાણ વિશ્રામ હતો તે સ્થળે શ્રીસ્થાનકવાસી જૈન સંઘ નડિયાદના પ્રમુખ સજ્જનભાઈ શાહ, ઉપપ્રમુખ રજનીભાઈ ભાવસાર, મંત્રી મનીષભાઈ શાહ, મંત્રી રાજુભાઈ ધરોડ, મુકેશભાઈ ગાંધી, ખજાનચી સુરેશભાઈ, જૈન કલ્ચર ગ્રુપ નડિયાદના પ્રમુખ દીપેનભાઈ ધરોડ, ઉપપ્રમુખ હેમંતભાઈ, મંત્રી જીતેન્દ્ર શિરોયા, ટ્રસ્ટી કુણાલ ભાવસાર, પંકજભાઈ ભાવસાર તેમજ જૈન સંઘના આગેવાનો ઉપસ્થિત રહી આચાર્ય મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

300થી વધારે સ્વયંમસ્વેકોએ ખડે પગે
150 સાધુ, સાધ્વી મહારાજનો સંઘ વિહાર કરતા કરતા નડિયાદ પહોંચ્યો હતો. જેમાં લગભગ 300થી વધારે સ્વયંમસ્વેકોએ ખડે પગે સેવા આપી હતી. જ્યારે આ સંઘ દાંડી પથ પર ચાલતો નડિયાદમાં પ્રવેશ્યો અન્ય રાહદારીઓએ પમ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નડિયાદ રેલવે સ્ટેશન પાછળ આવેલ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ખાતે મહાવીર જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે.

ખંભાત સંપ્રદાયના મનીષાબાઈ સ્વામી આ.દિ.ઠા.ની નીશ્રામા આયંબલની હોળી ચાલુ છે. મહાવીર ભગવાનના જન્મકલ્યાણની ઉજવણી કરવામાં આવી છે. આવતીકાલે મહાવીરજન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળશે મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઉજવણી પ્રસંગે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા ભવ્યથી ભવ્ય શોભાયાત્રા વહેલી સવારે 7:57 કલાકે શહેરના મુખ્ય જૈન દેરાસર અજીતનાથ જીનાલયથી નીકળશે. જેમાં જૈન સમાજના અગ્રણીઓ જોડાશે. આ સાથે સાથે જૈન સોશ્યલ ગ્રુપ નડિયાદ અને સંગિની ફોરમ નડિયાદના સંયુક્ત ઉપક્રમે ઉજવણીના ભાગ રૂપે સવારે 11:00 કલાકે પાંજરાપોળ, અમદાવાદી બજાર મુકામે ગાયોને લાપસી પીરસવાનો કાર્યક્રમ તથા એ બાદ ભિક્ષુકોને ભોજન કરાવવામાં આવનાર છે.