અમદાવાદ6 કલાક પહેલા
- કૉપી લિંક
રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં કોરોનાના કેસ 300ની આસપાસ આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 323 કેસ નોંધાયા છે. જેની સામે 381 દર્દીઓ સાજા થયા છે અને હાલ પાંચ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જોકે, રાજ્યમાં આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી.
રાજ્યમાં કોરોનાના કુલ 2091 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2091 એક્ટિવ કેસ છે. જેમાંથી પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2086 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,74,958 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11072 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદ, વડોદરા અને સુરતમાં સૌથી વધુ કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 111 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરામાં 39 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં 25 કેસ નોંધાયા છે. સુતરમાં 38 કેસ સામે આવ્યા છે. વલસાડમાં 13 કેસ નોંધાયા છે. ભરૂચમાં 12 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 19 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 9 કેસ સામે આવ્યા છે. આણંદમાં 6 કેસ નોંધાયા છે. રાજકોટમાં 9 કેસ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં 6 કેસ નોંધાયા છે. અમરેલીમાં 5 કેસ સામે આવ્યા છે. મોરબીમાં 5 કેસ નોંધાયા છે. નવસારીમાં 5 કેસ સામે આવ્યા છે. પાટણમાં 5 કેસ નોંધાયા છે. ભાવનગરમાં 5 કેસ સામે આવ્યા છે. બનાસકાંઠામાં 2 કેસ, દાહોદમાં 2 કેસ, જામનગરમાં 2 કેસ, પંચમહાલમાં 2 કેસ, ગીર સોમનાથમાં 1 કેસ, ખેડામાં 1 કેસ અને કચ્છમાં પણ 1 કેસ નોંધાયો છે.
એપ્રિલ મહિનામાં કોરોનાથી 17ના મોત
કોરોનાથી રાજ્યમાં દર્દીના મોતની વાત કરીએ તો 4 એપ્રિલના અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. જેમને હાઇપર ટેન્શનની બીમારી હતી. 6 એપ્રિલના અમદાવાદના ગોમતીપુરના 59 વર્ષીય યુવકનું મોત થયું હતું. 8 એપ્રિલના એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદના જોધપુરમાં 91 વષીય વૃદ્ધનું મોત થયું હતું. ત્યારે રાજકોટમાં પણ 1 દર્દીનું મોત થયું હતું. આ ઉપરાંત ભાવનગરમાં પણ 1 દર્દીનું મોત થયું હતું. 9 એપ્રિલના અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડમાં કોરોનાથી 60 વર્ષીય મહિલાનું મોત થયું હતું.

10 એપ્રિલના પણ અમદાવાદના મણિનગરમાં 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. 11 એપ્રિલના અમદાવાદના રામોલ હાથિજણ વોર્ડમાં 27 વર્ષીય યુવતીનું કોરોનાથી મોત થયું હતું. 12 એપ્રિલના રાજ્યમાં કોરોનાથી બે મોત થયા છે. જેમાં અમદાવાદમાં એક દર્દીનું મોત થયું હતું. જ્યારે મહેસાણામાં સારવાર દરમિયાન 50 વર્ષીય આધેડનું મોત થયું હતું. 14 એપ્રિલના ગિર સોમનાથમાં એક દર્દીનું મોત થયું હતું. 15 એપ્રિલના રાજ્યમાં ત્રણ દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદના બોળકદેવના 84 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. વડોદરામાં 1 દર્દીનું મોત થયું હતું. જ્યારે વલસાડમાં 1 દર્દીનું મોત હતું. 16 એપ્રિલનના રાજ્યમાં વધુ ત્રણ દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદમાં એક દર્દીનું મોત થયું હતું. ખેડામાં એક દર્દીનું મોત હતું. જ્યારે અરવલ્લીમાં પણ એક દર્દીનું મોત નિપજ્યું હતું.
માર્ચ મહિનામાં કોરોનાથી નવ લોકોના મોત
રાજ્યમાં 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત થયું હતું. 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું. 25 માર્ચે રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદમાં 72 વર્ષયી વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત થયું હતું. 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. 30 માર્ચે કચ્છમાં એક દર્દીનું મોત થયું હતું. 31 માર્ચે સુરતમાં એક દર્દીનું મોત થયું હતું.