السبت، 8 أبريل 2023

રાજ્યમાં કોરોનાના 328 નવા કેસ, અમદાવાદમાં સૌથી વધુ 94 કેસ; 3 શહેરો અને 7 જિલ્લામાં 10થી વધુ કેસ | 328 new cases of Corona in Gujaarat, highest 94 cases in Ahmedabad; 3 cities and 7 districts more than 10 cases | Times Of Ahmedabad

4 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લાં કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 328 કેસ નોંધાયા હતા. જેની સામે 315 દર્દીઓ સાજા થયા છે અને હાલ 12 દર્દી વેન્ટિલેટર ઉપર છે. જોકે, આજે રાજ્યમાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું નહોતું. 3 મહાનગરો અને 7 જિલ્લા 10થી વધુ કેસ નોંધાયા છે. તો 13 જિલ્લા અને 2 મહાનગરોમાં કોરોનાના એકપણ નવા કેસ નોંધાયા નથી.

રાજ્યમાં કોરોનાના કુલ 2155 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2155 એક્ટિવ કેસ છે. જેમાંથી 12 દર્દી વેન્ટિલેટર ઉપર છે. જ્યારે 2143 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,71,224 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11057 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 93 કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 93 કેસ નોંધાયા હતા. જ્યારે તેની સામે 88 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વડોદરામાં 25 કેસ સામે આવ્યા હતા. સુરતમાં નવા 31 કેસ નોંધાયા હતા. જ્યારે મહેસાણામાં 26 કેસ નોંધાયા હતા. રાજકોટમાં 5 કેસ નોંધાયા હતા. મોરબીમાં 23 કેસ સામે આવ્યા હતા. વલસાડમાં 11 કેસ સામે આવ્યા હતા. ગાંધીનગરમાં 16 કેસ નોંધાયા હતા. પાટણમાં નવા 4 કેસ નોંધાયા હતા. આણંદમાં 5 કેસ સામે આવ્યા હતા. સાબરકાંઠામાં 12 કેસ સામે આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં 2 કેસ નોંધાયા હતા. તેમજ અમરેલીમાં 7 કેસ, ભરૂચમાં 5 કેસ, ભાવનગરમાં 4 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત બનાસકાંઠામાં 1 કેસ, નવસારીમાં 7 કેસ, કચ્છમાં 3 કેસ, પંચમહાલમાં 2 કેસ, પોરબંદરમાં 2 કેસ અને ગીર સોમનાથમાં 1 કેસ સામે આવ્યો હતો.

રાજ્યમાં ગત મહિને કોરોનાથી દસનાં મોત
કોરોનાથી રાજ્યમાં દર્દીના મોતની વાત કરીએ તો, રાજ્યમાં 10 માર્ચના સુરતમાં એક દર્દીનું મોત થયું હતું. ત્યારબાદ 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. જેના બીજા દિવસે એટલે કે 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું. ત્યાર પછી 25 માર્ચે રાજ્યમાં કોરોનાથી બે દર્દીનાં મોત થયાં હતાં. જેમાં અમદાવાદમાં 72 વર્ષયી વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત થયું હતું. 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. 30 માર્ચે કચ્છમાં એક દર્દીનું મોત થયું હતું. 31 માર્ચે સુરતમાં એક દર્દીનું મોત થયું હતું. ત્યારબાદ 04 એપ્રિલના અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. જેમને હાઇપર ટેન્શનની બીમારી હતી. 4 એપ્રિલે અમદાવાદમાં એક દર્દીનું મોત થયું હતું.

વડોદરામાં 28 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 178 થયો
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 28 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 101,270 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 20 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,548 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 178 ઉપર પહોંચ્યો છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
વડોદરા શહેરના અટલાદરા, તાંદલજા, ગોરવા, સુભાનપુરા, જેતલપુર, ગોત્રી અકોટા, નવી ધરતી, તરસાલી, માણેજા, બાપોદ, માંજલપુર, દંતેશ્વર, રામદેવનગર, પાણીગેટ અને ગાજરાવાડી વિસ્તારમાં આજે કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. કુલ 504 સેમ્પલ લેવાયાં હતાં. જેમાંથી 28 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 178 કેસ પૈકી 170 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 8 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. જે પૈકી એક દર્દી વેન્ટિલેટર પર છે અને 7 દર્દી ઓક્સિજન છે. જ્યારે 84 લોકો હોમ ક્વોરન્ટીન છે.

સુરતમાં 37 કેસ નોંધાયા, સૌથી વધુ લિંબાયત-અઠવામાં
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં પણ કેસમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સુરત સિટી અને જિલ્લામાં વધુ 37 કેસ નોંધાયા છે. 38 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે સુરત સિટી અને જિલ્લામાં એક પણ દર્દીનું મોત થયું નથી.

સિટીમાં 29 અને જિલ્લામાં 8 કેસ નોંધાયા
સુરત સિટીમાં આજે કોરોનાના વધુ 29 કેસ નોંધાયા છે. સુરત સિટીમાં અઠવા વિસ્તારમાં 8, લિંબાયતમાં 7, કતારગામમાં 5 કેસ નોંધાયા છે. આ સાથે 32 દર્દી કોરોનાને હરાવી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે એક પણ દર્દીનું મોત થયું નથી. જ્યારે જિલ્લામાં વધુ 8 કેસ નોંધાયા છે. આ સાથે 6 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરત સિટી કે જિલ્લામાં એક પણ દર્દીનું મોત થયું નથી.

છેલ્લા 37 દિવસમાં 505 કેસ
સુરતમાં માર્ચ મહિનાથી કોરોનાના કેસમાં વધારો થવાનો શરૂ થયો હતો. પહેલાં એકલ-દોકલ કેસ નોંધાતા હતા. હવે ડબલ ડિઝિટમાં કેસ આવવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે સુરતમાં છેલ્લા 37 દિવસમાં જ 505 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં સૌથી વધુ કેસ અઠવામાં 93 અને લિંબાયતમાં 89 કેસ નોંધાયા છે. જ્યારે અન્ય વિસ્તારમાં પણ કેસ નોંધાઈ રહ્યા છે. ઉધના વિસ્તારમાં સૌથી ઓછા કેસ સામે આવી રહ્યા છે.

વડોદરામાં 25 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 178 થયો
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 25 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 1,01,295 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 25 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,573 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 178 ઉપર પહોંચ્યો છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
વડોદરા શહેરના અટલાદરા, ગોરવા, ગોકુળનગર, બિલ, સુભાનપુરા, જેતલપુર, દીવાળીપુરા, સમા, નવી-ધરતી, તરસાલી, આદર્શનગર, માંજલપુર, દંતેશ્વર અને રામદેવનગરના વિસ્તારમાંથી આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા હતા. કુલ 565 સેમ્પલ લેવાયાં હતાં. જેમાંથી 25 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 178 કેસ પૈકી 171 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 7 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. જે પૈકી એક દર્દી વેન્ટિલેટર પર છે અને 3 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે 171 લોકો હોમ ક્વોરન્ટીન છે.

સુરતમાં કોરોનાના વધુ 41 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં પણ કેસમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સુરત સિટી અને જિલ્લામાં વધુ 41 કેસ નોંધાયા છે. 36 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જ્યારે સુરત સિટી અને જિલ્લામાં એક પણ દર્દીનું મોત થયું નથી.

સિટીમાં 31 અને જિલ્લામાં 10 કેસ નોંધાયા
સુરત સિટીમાં આજે કોરોનાના વધુ 31 કેસ નોંધાયા છે. સુરત સિટીમાં રાંદેર વિસ્તારમાં 5, કતારગામમાં 5, વરાછા-બીમાં 5 કેસ નોંધાયા છે. આ સાથે 31 દર્દી કોરોનાને હરાવી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે એક પણ દર્દીનું મોત થયું નથી. જ્યારે જિલ્લામાં વધુ 10 કેસ નોંધાયા છે. આ સાથે 5 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરત સિટી કે જિલ્લામાં એક પણ દર્દીનું મોત થયું નથી.

છેલ્લા 38 દિવસમાં 536 કેસ
સુરતમાં માર્ચ મહિનાથી કોરોનાના કેસમાં વધારો થવાનો શરૂ થયો હતો. પહેલાં એકલ-દોકલ કેસ નોંધાતા હતા. હવે ડબલ ડિઝિટમાં કેસ આવવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે સુરતમાં છેલ્લા 38 દિવસમાં જ 536 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં સૌથી વધુ કેસ અઠવામાં 97 અને લિંબાયતમાં 91 કેસ નોંધાયા છે. જ્યારે અન્ય વિસ્તારમાં પણ કેસ નોંધાઈ રહ્યા છે. ઉધના વિસ્તારમાં સૌથી ઓછા કેસ સામે આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.