પ્રાંતિજના બોભા ગામે ગોગા મહારાજના મંદિરે યજ્ઞ યોજાયો; ઇડરના દેશોતર ગામે રામદેવપીરનો 33 જ્યોત પાઠ યોજાયો | A yajna was held at the temple of Goga Maharaj at Bobha village in Prantij; Desotar village of Idar held the 33 Jyot Path of Ramdevpir | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)3 કલાક પહેલા

  • કૉપી લિંક

હિંમતનગરની રામનગર સોસાયટી પરિવાર દ્વારા ચૈત્ર પૂનમના દિવસે હનુમાનજી તથા જગત જનની મા જગદંબા અને શનિદેવ (ત્રિદેવાલય)નો સંયુક્ત 17મો પાટોત્સવ નવનિર્મિત ભવ્ય શિવાલયનું બાંધકામ નિરવિજ્ઞે પુરૂ થવાની પ્રાર્થના સાથે વૈદિક શાસ્ત્રોકત વિધિ વિધાન, પૂજન, અર્ચન, આરાધના તથા શ્રીફળ હોમ અને મહા આરતી સાથે રામધુન ધામધૂમથી ઉજવાયો હતો. તેમાં રામનગર સોસાયટીના પ્રમુખ પ્રવીણ પારેખ, મંત્રી કમલેશ પ્રજાપતિ, શૈલેષ બારોટ, વસંત પટેલ, જયંતી જોષી એ હાજરી આપી હતી. તેમજ જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તજનો તથા આમંત્રિત મહેમાનો દ્વારા દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

પ્રાંતિજ તાલુકાના બોભા ગામમાં ગોગા મહારાજના મંદિરે છેલ્લા 11 વર્ષથી યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ પ્રસંગે યોજાયેલ નવચંડી યજ્ઞમાં 5 યજમાનોએ ધર્મલાભ લીધો હતો. મુખ્ય યજમાન તરીકે ભાવેશ પટેલ ઇસનપુર એ ધર્મ લાભ લીધો હતો. ગોગા મહારાજ ભુવાજી નાગજી દેસાઈ, રાકેશ દેસાઈ સમસ્ત દેસાઈ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ઇડર તાલુકાના દેશોતર ગામમાં બાબા રામદેવપીર મહારાજનો 33 જ્યોતનો પાઠ યોજાયો હતો. આ પ્રસંગે ગુરૂગાદીના સંત અમૃતલાલ મહરાજ (ઇડર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે 9 કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે જ્યોત પાઠનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. રામદેવપીર મંદિર ખાતે સંતોનુ સામૈયુ તથા શોભાયાત્રાનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો. રાત્રી દરમિયાન વિવિધ ગામોમાંથી પધારેલા ભજન મંડળોએ ભજન તથા સંતવાણીનો લાભ આપ્યો હતો. આ પ્રસંગે મુંબઇથી પધારેલા દિકેશ ઇશ્વરલાલ ઉપાધ્યાય (મહારાજ)નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન રાવળ યશવંત દિનેશભાઇ તથા રાવળ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم