નવસારીઅમુક પળો પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
- નવસારીમાં કોવિ ડ-19 ને લઇ આરોગ્ય વિભાગની મોકડ્રીલ યોજાઇ
નવસારીમાં પણ ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ કોવિડ-19 અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં આવેલી તમામ સરકારી હોસ્પિટલમાં દરેક સુવિધાઓ છે કેમ તેનું પણ નિદર્શન કરાયું હતું.
રાજ્યમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના સામે અગમચેતીના ભાગરૂપે 10 અને 11 એપ્રિલના રોજ ભારત સરકારની ગાઈડ લાઇન મુજબ નવસારી જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલ (ડિસ્ટ્રિકટ હોસ્પિટલ-1, સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ -3, સામૂહિક આરોગ્ય કેન્દ્ર -11 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 45, શહેરી આરોગ્ય કેન્દ્ર -5 હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર-236) અને પ્રાઇવેટ કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ (33) મળીને જિલ્લાની 334 ફેસિલિટીમાં કોવિડ -19 અંગે મોકડ્રીલનું સફળ આયોજન કરાયું હતું.
જેમાં તમામ ફેસિલિટી દ્વારા બેડ કેપેસિટી, માનવ બળ, રેફરલ સર્વિસ અને તમામ સાધન સામગ્રી (પી.એસ.એ. પ્લાંટ, લિકવિડ ઓક્સીજન પ્લાંટ, ઓક્સીજન કન્સટ્રેટર, ઓક્સીજન પાઇપ લાઇન, ઓક્સીજન સિલિન્ડર વગેરે) અને લોજીસ્ટીક અને જરૂરી દવા, પીપીઇ કીટની ઉપલબ્ધતાની ચકાસણી કરાઇ હતી તેમજ ઉપલબ્ધ સ્ટાફ ની તાલીમ/ઓરિએન્ટેસન જેવી બાબતો આવરી લઇ તમામ પાસાની ચકાસણી કરવામાં આવી હતી.