ગુજરાતમાં કોરોનાના નવા 341 કેસ, ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર; એક દિવસમાં ત્રણ દર્દીના મોત | 341 new cases of corona in Gujarat, three patients on ventilator; Three patients died in one day | Times Of Ahmedabad

અમદાવાદ14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં કોરોનાના કેસ 300ને પાર આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 341 કેસ નોંધાયા છે. જેની સામે 312 દર્દીઓ સાજા થયા છે અને હાલ પાંચ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ ત્રણ દર્દીના મોત થયા છે. ત્યારે છેલ્લા 15 દિવસમાં કોરોનાથી રાજ્યમાં 12 દર્દીઓના મોત નિપજ્યા છે.

રાજ્યમાં કોરોનાના કુલ 2246 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2246 એક્ટિવ કેસ છે. જેમાંથી પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2241 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,73,722 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11069 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

એપ્રિલ મહિનામાં કોરોનાથી 14ના મોત
04 એપ્રિલના અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. જેમને હાઇપર ટેન્શનની બીમારી હતી. ત્યારબાદ 06 એપ્રિલના અમદાવાદના ગોમતીપુરના 59 વર્ષીય યુવકનું મોત થયું હતું. ત્યારે 08 એપ્રિલના એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદના જોધપુરમાં 91 વષીય વૃદ્ધનું મોત થયું હતું. ત્યારે રાજકોટમાં પણ 1 દર્દીનું મોત થયું હતું. આ ઉપરાંત ભાવનગરમાં પણ 1 દર્દીનું મોત થયું હતું. ત્યારબાદ 9 એપ્રિલના અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડમાં કોરોનાથી 60 વર્ષીય મહિલાનું મોત થયું હતું. જ્યારે 10 એપ્રિલના પણ અમદાવાદના મણિનગરમાં 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. 11 એપ્રિલના અમદાવાદના રામોલ હાથિજણ વોર્ડમાં 27 વર્ષીય યુવતીનું કોરોનાથી મોત થયું હતું. તો 12 એપ્રિલના રાજ્યમાં કોરોનાથી બે મોત થયા છે. જેમાં અમદાવાદમાં એક દર્દીનું મોત થયું હતું. જ્યારે મહેસાણામાં સારવાર દરમિયાન 50 વર્ષીય આધેડનું મોત થયું હતું. 14 એપ્રિલના ગિર સોમનાથમાં એક દર્દીનું મોત થયું હતું. 15 એપ્રિલના રાજ્યમાં ત્રણ દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદના બોળકદેવના 84 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. જ્યારે અન્ય બે દર્દીના મોત પણ થયા હોવાનું સામે આવ્યું છે.

માર્ચ મહિનામાં કોરોનાથી નવ લોકોના મોત
કોરોનાથી રાજ્યમાં દર્દીના મોતની વાત કરીએ તો, રાજ્યમાં 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત થયું હતું. ત્યારબાદ 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. જેના બીજા દિવસે એટલે કે 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું. ત્યાર પછી 25 માર્ચે રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદમાં 72 વર્ષયી વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત થયું હતું. 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. 30 માર્ચે કચ્છમાં એક દર્દીનું મોત થયું હતું. 31 માર્ચે સુરતમાં એક દર્દીનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post