એપીએમસીમાં રમણ જાનીના 35 વર્ષના શાસનનો અંત, 16 ઉમેદવારો બિનહરીફ | Raman Jani's 35-year reign in APMC ends, 16 candidates unopposed | Times Of Ahmedabad

સુરત4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રમણ જાનીના દોહિત્ર પ્રિન્સ પટેલ પણ બહાર, હવે વરણીઓ કરાશે

એપીએમસીમાં ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ થઇ હતી. ભાજપે મેન્ડેટ આપીને 16 ઉમેદવારો જાહેર કર્યા હતા. આ ચૂંટણીમાં મોટા ફેરફાર થયા છે. જોકે 10 જૂન ડિરેક્ટરોના પત્તા કપાયા છે અને નવા ડિરેક્ટરોને સ્થાન અપાયું છે. એપીએમસીના માજી પ્રમુખ રમણ જાનીના 35 વર્ષના સાશનનો અંત આવ્યો છે. તેમના દોહિત્ર પ્રિન્સ પટેલનું પણ પત્તુ કપાયું છે.

ચૂંટણી માટે બુધવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ચૂંટણીમાં ભાજપ પેનલના 16 ઉમેદવારો અલગ અલગ બેઠકો પર ઉભા હતા જ્યારે આ ઉમેદવારો સામે અન્ય કોઈ પણ ઉમેદવારોએ હરીફ તરીકે ફોર્મ ભર્યા નહોતા. જોકે, અન્ય કોઈ ઉમેદવાર 16 બેઠક પર ઉમેદવારી નહિ નોંધાવતા ચૂંટણી બિનહરીફ થઈ હતી.

જેમાં ભાજપ પેનલના તમામ 16 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા હવે આગામી દિવસોમાં ચેરમેન તરીકેની વરણી કરવામાં આવશે. 16 ડિરેક્ટરોમાં 6 પાટીદાર, 4 કોળી પટેલ, 1 આહિર, 1 લઘુમતિ, 1 મોઢ વણીક અને 1 મહારાષ્ટ્રીયન, 1 વૈષ્ણવ અને 1 બ્રાહ્મણ ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી. 2500 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી એપીએમસી માર્કેટના ચેરમેન પદે ભાજપ પાર્ટી કોણે સુકાન સોંપે છે તેના પર સૌ કોઈની નજર છે.

આ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
{ હર્ષદ પટેલ { રાજેન્દ્ર પટેલ { બળવંત પટેલ { સંદિપ દેસાઈ { રોહિત પટેલ { કાંતી પટેલ { તેજસ આહીર { ચિરાગ પટેલ { રાજેશ પટેલ { અંકુર પટેલ { અમરીશ પટેલ { સતિષ પટેલ { સતિષ ભાટિયા { ફકરૂદિન યુસુફ શેખ { ધર્મેશ દલાલ { સંદિપ સાંળુકે

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post